You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍર ઇન્ડિયા ક્રૅશનું એક વર્ષ : પીડિત પરિવારો સાથે કરવામાં આવેલા વર્તનથી ચિંતીત પરિજનો
12મી જૂન, 2025ના રોજ ઍર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, ત્યારે ઉડાનની ગણતરીની સેકન્ડોમાં ક્રૅશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક વ્યક્તિનો બચાવ થયો હતો.
વિમાન દુર્ઘટનાને કારણે ન કેવળ તેમાં સવાર મુસાફરો, પરંતુ જ્યાં પડ્યું, ત્યાં પણ 19થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગણતરીની મિનિટોમાં અનેક જિંદગીઓ હંમેશાં બદલાઈ ગઈ.
એ સમયે પ્લેનમાં પહેલીવાર મુસાફરી કરનારાં એક હતાં મરિયમ પાડરિયા.
તેમના પુત્ર અબ્બાસ પાસે મરિયમની આ અંતિમ યાદો છે. તે અને તેમના કાકા હજુ પણ જવાબની રાહ જોઈ રહ્યા છે.
તેમનું દુ:ખ હજુ પણ એટલું જ તાજુ છે. અને ઍર ઈન્ડિયાએ આપેલી અંતિમ વળતરની ઑફરથી તે વધુ મુશ્કેલ બન્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન