વડોદરામાં ફાટેલાં કપડાંમાં દોડતી મહિલાઓને ટોળું મારતું હોવાના વાઇરલ વીડિયોનો મામલો શું છે?
વડોદરામાં ફાટેલાં કપડાંમાં દોડતી મહિલાઓને ટોળું મારતું હોવાના વાઇરલ વીડિયોનો મામલો શું છે?
પ્રકાશિત
વડોદરામાં એક ટોળું મહિલાઓને જાહેરમાં માર મારી રહ્યું હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
પોલીસના કહેવા મુજબ આ મહિલાઓ પર આરોપ છે કે તેમણે દુકાનમાંથી ચોરી કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો ટોળું મહિલાઓને મારી રહ્યું હતું અને મહિલાઓનાં વસ્ત્રો ઉતારેલાં હતાં.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસનો એવો દાવો છે કે આ મહિલાઓએ ખુદે જ ટોળાથી બચવા માટે પોતાનાં ઉપવસ્ત્રો હઠાવી દીધાં હતાં.
જોકે, હજી સુઘી એ વાત સ્પષ્ટ થઈ શકી નથી કે મહિલાઓએ ખરેખર પોતે જ ઉપવસ્ત્રો હઠાવ્યાં હતાં કે ટોળાની સતામણીનો ભોગ બની હતી.
સમગ્ર ઘટના વિશે જાણો આ વીડિયો અહેવાલમાં.






