You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેનીબહેને જ્યારે કહ્યું, 'ભાજપના MLA અમને ગૃહમાં ચિઠ્ઠી આપી કહેતા - અમે તો નથી બોલી શકતા, અમારા વતી તમે બોલો'
"ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અમને વિધાનસભામાં ચિઠ્ઠી આપતા હતા. તેઓ અમને કહેતા હતા કે અમે નથી બોલી શકતા તો તમે અમારા વતી બોલો."
આ વિધાન લોકસભામાં ગુજરાતમાંથી વિરોધપક્ષનું પ્રતિનિધિત્વ કરતાં કૉંગ્રેસનાં સાંસદ ગેનીબહેન ઠાકોરનું છે.
નોંધનીય છે કે તેઓ ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર ચૂંટાઈ આવેલાં સાંસદ છે.
તેમણે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી.
ગેનીબહેને અત્યાર સુધીમાં બનાસકાંઠા અને ગુજરાતના મુદ્દે સંસદમાં કેવી રજૂઆતો કરી?
ગેનીબહેને કોરોનામાં દીકરી દત્તક લઇને લગ્ન કરાવવા વિશે શું કહ્યું?
ગુજરાતના રાજકારણ અને કૉંગ્રેસની પરિસ્થિતિ વિશે ગેનીબહેનના વિચારો શું છે?
આ તમામ સવાલોના જવાબ મેળવો તેમની પાસેથી બીબીસી ગુજરાતીની આ ખાસ મુલાકાતમાં. જુઓ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન