ટાઇટન સબમરીનના કાટમાળમાં માનવ અવશેષોને બાબતે શું નવું જાણવા મળ્યું?

ટાઈટેનિક જહાજનો કાટમાળ બતાવવા ગયેલી સબમરીન ટાઈટન થોડા દિવસો પહેલા ઍટલાન્ટિક સમુદ્રમાં અકસ્માતનો ભોગ બની હતી.
સબમરીનમાં સવાર તમામ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
હવે આ દુર્ઘટનાગ્રસ્ત સબમરીનના તૂટેલા ભાગોને સમુદ્રના ઊંડાણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું છે કે છે કે ટાઇટન સબમરીનના આ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે.
સબમરીનના ક્ષતિગ્રસ્ત ભાગોને દરિયામાંથી લાવવામાં આવ્યા છે અને કૅનેડાના સૅન્ટ જૉન્સમાં ઉતારવામાં આવ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે સબમરીનમાંથી મળેલા કાટમાળમાં લેન્ડિંગ ફ્રેમ અને તેનું પાછળનું કવર સામેલ છે.
કૉસ્ટ ગાર્ડે એક નિવેદન આપ્યું છે કે અમેરિકાના ડૉકટરો આ માનવ અવશેષોની જરૂરી તપાસ કરશે.

એજન્સીઓ હવે આગળ શું કરશે?

ઇમેજ સ્રોત, Reuters
એજન્સીઓ હજુ તપાસના પ્રારંભિક તબક્કામાં છે. તપાસમાં આ અકસ્માત પાછળનું કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉસ્ટ ગાર્ડ મરીન બૉર્ડ ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે MBI વધુ તપાસ માટે દરિયામાંથી મળેલા પુરાવાઓને અમેરિકન પૉર્ટ પર ટ્રાન્સફર કરશે.
MBI કેપ્ટન જૅસન ન્યુબોરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ટાઈટન સબમરીન દુર્ઘટનાનું કારણ નક્કી કરવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. અમારો ઉદ્દેશ્ય એવી રણનીતિ બનાવવાનો પણ છે કે આવી ઘટના ફરી ન બને."
જૅસને કહ્યું હતું કે, "હું આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ માટે આભારી છું કે તેમણે સમુદ્રની આટલી ઊંડાઈ અને અંતર સુધી જઈને પુરાવાઓ એકત્ર કરવામાં અમને મદદ કરી."
18 જૂને આ સબમરીન પર સવાર થયેલા તમામ પાંચ લોકો માર્યા ગયા હતા. આ સબમરીનનો તેની મુસાફરી ચાલુ થયાના 90 મિનિટ પછી જ સંપર્ક તૂટી ગયો હતો.
આ સબમરીન વર્ષ 1912માં ડૂબેલા જહાજ ટાઇટેનિકનો લગભગ 12 હજાર 500 ફૂટ ઊંડો કાટમાળ બતાવવા માટે સમુદ્રની નીચે ગઈ હતી.

મૃત્યુ પામનાર લોકોમાં ઘણાં મોટાં નામ સામેલ

ઇમેજ સ્રોત, Reuters
અધિકારીઓનું કહેવું છે કે ટાઇટનમાં સવાર પાંચ લોકો એક ધડાકા પછી તરત જ માર્યા ગયા હતા.
એને 'કેટાસ્ટ્રોફિક ઇમ્પ્લોઝન' કે ‘સમુદ્રની અંદર દબાણને કારણે થયેલો વિસ્ફોટ’ કહેવામાં આવે છે..
મૃતકોમાં 61 વર્ષીય સ્કોકટન રશ, ઑશન ગેટ કંપનીના સીઈઓ હેમિશ હાર્ડિંગ, શહેઝાદા દાઉદ, સુલેમાન દાઉદ અને પોલ હૅનરીનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મોટા પરિવારોના છે.
દુર્ઘટના બાદ અધિકારીઓને શંકા હતી કે મૃતદેહો મળી આવશે. અધિકારીઓએ જણાવ્યું કે જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં દબાણ ખૂબ જ વધારે છે. આવી પરિસ્થિતિમાં મૃતદેહોને બહાર કાઢવા મુશ્કેલ છે.
તે સમયે કેપ્ટન જૅસને કહ્યું હતું કે જો માનવ શરીરના અવશેષો મળી આવશે તો તપાસકર્તાઓ ખૂબ કાળજી લેશે.

ક્ષતિગ્રસ્ત સબમરીન કેવી દેખાય છે?
કૉસ્ટગાર્ડનું કહેવું છે કે અત્યાર સુધીમાં સબમરીનના કુલ પાંચ ભાગ મળી આવ્યા છે.
કૉસ્ટગાર્ડે જણાવ્યું કે સબમરીનનો મોટાભાગનો કાટમાળ હજુ પણ ટાઇટેનિક જહાજની પાસે છે અને કેટલાક ક્ષતિગ્રસ્ત ભાગોને તેમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
તસવીરોમાં જુઓ, સબમરીન હવે કઈ સ્થિતિમાં છે...

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Reuters



























