You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશનું એક વર્ષ, વિજય રૂપાણીના પુત્રે શું કહ્યું?
પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના દીકરાએ પ્લેન ક્રૅશના એક વર્ષ પછી શું કહ્યું?
12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ 171 તૂટી પડતાં ઓછામાં ઓછામાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં એક ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ હતા.
પૂર્વ મુખ્ય મંત્રી પોતાનાં દીકરી રાધિકા મિશ્રાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા.
અકસ્માતના એક વર્ષ બાદ જ્યારે દુર્ઘટનાના પીડિતોની કહાણીઓ ફરીથી ચર્ચા જગાવી રહી છે, ત્યારે બીબીસી ગુજરાતીએ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી સાથે વિવિધ મુદ્દે ખાસ વાતચીત કરી હતી.
તેમણે આ વાતચીતમાં પોતાના પિતા વિજય રૂપાણી, અકસ્માત બાદના અનુભવો અને પરિવારે વેઠેલી ખોટ અંગે વિગતવાર જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે તેમનાં બહેન દ્વારા ઍર ઇન્ડિયાને લખાયેલા પત્ર અને તેમાં કાનૂની કાર્યવાહી કરવાના હક જતા કરવાની વાતના અહેવાલો અંગે પણ વાત કરી હતી. તેમજ ઋષભ રૂપાણીએ પ્લેન ક્રૅશની તપાસ અંગે પણ પોતાનો મત રજૂ કર્યો હતો.
સંપૂર્ણ વાતચીત સાંભળવા માટે, જુઓ આ વીડિયો.
ઇન્ટર્વ્યૂ: ગોપાલ કટેશિયા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન