સાઉદી અરેબિયાનાં એ તીરંદાજ યુવતી જે દોડતા ઘોડે સવારી કરીને અચૂક નિશાન તાકે છે

સાઉદી અરેબિયાનાં એ તીરંદાજ યુવતી જે દોડતા ઘોડે સવારી કરીને અચૂક નિશાન તાકે છે
પ્રકાશિત

ઘોડેસવારી કરતાં કરતાં જ તીરંદાજી કરતાં હોય તેવા સાઉદી અરેબિયાનાં આ પ્રથમ મહિલા છે.

જોકે, આ કળા સાઉદી અરેબિયાની પરંપરાગત કળા છે. ભૂતકાળમાં યુદ્ધમાં આ પ્રકારે તીરંદાજી થતી હતી.

નોરા અલ જબ્ર કહે છે કે, 'શરૂઆતમાં અમે શોખ ખાતર આ કળા શીખતાં હતાં પરંતુ પછી અમે અરબી સાહિત્ય વાંચ્યું તો ખ્યાલ આવ્યો કે આ તો અમારી પરંપરા છે.'

ઘણી આરબ મહિલાઓ હવે ઘોડેસવારી શીખી રહી છે અને નોરા અલ જબ્ર તેમને માર્શલ આર્ટની ટ્રેઇનિંગ આપી રહ્યા છે.

સાઉદી અરેબિયા જેવા પુરુષપ્રધાન દેશમાં લોકોને આ આશ્ચર્યજનક ઘટના લાગી રહી છે. વધુ જુઓ આ વીડિયોમાં...