સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે મુંબઈમાં લગ્ન કર્યાં, તસવીરો પોસ્ટ કરી

સોનાક્ષી સિંહા

ઇમેજ સ્રોત, @ASLISONA

પ્રકાશિત

બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને અભિનેતા ઝહીર ઇકબાલે મુંબઈમાં એક અંગત સમારોહમાં લગ્ન કર્યાં.

કાયદાકીય લગ્ન બાદ સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે કહ્યું, "હવે અમે પતિ-પત્ની છીએ."

મુંબઈના બાંદ્રામાં દરિયાકાંઠે આવેલા પોતાના અપાર્ટમેન્ટમાં સોનાક્ષી અને ઝહીરે લગ્ન કર્યાં.

સોનાક્ષી અને ઝહીરના પરિવારોએ નિર્ણય કર્યો હતો કે તેઓ ન તો હિંદુ કે ન તો મુસ્લિમ રીત-રિવાજોથી લગ્ન કરશે એટલે તેમણે રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં છે.

રજિસ્ટર્ડ મૅરેજ પછી મુંબઈના વર્લીમાં તેમણે આજે રાત્રે રિસેપ્શન રાખ્યું જ્યાં કેટલાય રાજનેતાઓ, અભિનેકાઓ અને ઉદ્યોગપતિઓ સામેલ થયા.

ઇન્સ્ટાગ્રામ પર સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે એક પોસ્ટ કરીને પોતાનાં લગ્નની માહિતી આપી હતી.

તેમણે લખ્યું, "અમે બંનેના પરિજનો અને ઈશ્વરના આશીર્વાદથી અમે લગ્ન કર્યાં છે."

લગ્ન સમારોહમાં દંપતીના નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થયા.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "સાત વર્ષ પહેલાં, આજના જ દિવસે, અમે બંનેને એક બીજાની આંખોમાં પ્રેમ દેખાયો. અમે પ્રેમને સૌથી પવિત્ર રૂપમાં જોયો અને તેને સાંચવી રાખવાનો નિર્ણય કર્યો."

"આ પ્રેમમાં અમે પડકારો અને સફળતાઓને પાર કર્યા અને અમે આ પળ સુધ પહોંચ્યા જ્યાં બંને પરિવારો અને ઈશ્વરોના આશીર્વાદથી અમે પતિ-પત્ની છીએ."

પ્રજ્વલ રેવન્નાના ભાઈ સૂરજ પર અકુદરતી સેક્સ સંબંધનો આરોપ, ધરપકડ

સૂરજ રેવન્ના

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના એમએલસી સૂરજ રેવન્નાની હાસન પોલીસ દ્વારા અકુદરતી સેક્સ અને ગુનાહિત ધાકધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

બીબીસી સંવાદદાતા ઇમરાન કુરેશીના જણાવ્યા અનુસાર સૂરજ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરીયાદી વિરુદ્ધ સૂરજ રેવન્નાના સહયોગી દ્વારા ખંડણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

27 વર્ષીય ફરિયાદી જેડીએસના કાર્યકર છે. તેમણે શરૂઆતમાં 21મી જૂને ડીજીપી અને અન્યને તેમની ફરિયાદ મોકલી હતી, પરંતુ બાદમાં 22મી જૂને હાસન પોલીસને ઈમેલ દ્વારા તેમની ફરિયાદ મોકલી હતી.

આ ફરિયાદ હોલેનારસીપુરા પોલીસને મોકલવામાં આવી હતી. ત્યારબાદ હાસન પોલીસે તેમને બોલાવ્યા હતા અને શનિવારે રાત્રે તેમની પૂછપરછ કરી હતી.

હાસનના પોલીસ અધિક્ષક મહમદ સુજીથાએ બીબીસીને જણાવ્યું હતું, ''તેમની (સૂરજ રેવન્નાની) ધરપકડ કરવામાં આવી છે.”

જોકે, સૂરજે હોલેનારસીપુરામાં આવેલા તેમના ગણિકાંડા ફાર્મમાં પત્રકારો સમક્ષ આરોપોને નકાર્યા હતા, જ્યાં કથિત રીતે ગુનો આચરવામાં આવ્યો હતો. તેમણે આ આરોપોને ''રાજકીય કાવતરું'' ગણાવ્યું છે.

સૂરજ રેવન્ના પ્રજ્વલ રેવન્નાના મોટા ભાઈ છે, જે હસાનના ભૂતપૂર્વ સંસદસભ્ય હતા. પ્રજવલ રેવન્ના બળાત્કાર અને જાતીય શોષણના આરોપમાં જેલમાં છે. સૂરજ રેવન્ના પૂર્વ મંત્રી એચડી રેવન્ના અને ભવાની રેવન્નાના પુત્ર છે. એચડી અને ભવાની રેવન્ના બંને પ્રજ્વલ રેવન્ના સામે ફરિયાદ કરનાર મહિલાના અપહરણના કથિત કેસમાં આરોપી છે.

ચેતનના કહેવા પ્રમાણે, તે લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન સૂરજ રેવન્નાને મળ્યા હતા. તેમણે કહ્યું, “અમે ટેલિફોન નંબરની આપલે કરી. ત્યારબાદ તેમણે મને 16મી જૂનના રોજ ગણિકાંડામાં તેના ફાર્મમાં મળવાનું કહ્યું.”

“હું તે દિવસે જ્યારે તેમને (સૂરજ રેવન્ના) મળ્યો ત્યારે તેમને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. મારા વિરોધ છતાં પણ તેમને મારા કપડાં ઉતાર્યાં અને બળજબરીપૂર્વક સેક્સ કર્યું. તેમણે મને ધમકી પણ આપી હતી.”

ચેતને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ''જ્યારે મેં શિવકુમારને આ વિશે કહ્યું ત્યારે તેમણે મને સૂરજ પાસેથી નોકરી અને પૈસાનું વચન આપીને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો.”

ચેતનની ફરિયાદ 22મી જૂને ઔપચારિક થઈ હતી. સુરજ રેવન્નાના સહયોગી શિવકુમાર એચએલએ અગાઉના દિવસે ફરિયાદ નોંધાવી હતી કે ચેતન અને તેના કાકાએ કથિત જાતીય સતામણી અંગે જાહેરમાં ખુલાસો કરવાની ધમકી આપીને ત્રણ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો.

શિવકુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે પોતાને નોકરી મળે તે માટે ચેતને મને સૂરજ રેવન્ના સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું.

નીટ-યુજીના 1563 વિદ્યાર્થીઓ આજે ફરીથી પરીક્ષા આપશે

નીટ પરીક્ષા

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 વિદ્યાર્થીઓ આજે નીટ-યુજીની પરિક્ષા ફરીથી આપશે.

નીટ-યુજીમાં કથિત ગોટાળાના આરોપો પછી કેન્દ્ર સરકારે 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવા માટે કહ્યું હતું.

આ વિદ્યાર્થીઓને 5 મેનાં રોજ આયોજિત નીટ પરીક્ષામાં ઓછો સમય મળવાને કારણે ગ્રેસ માર્ક્સ આપવામા આવ્યા હતા.

જોકે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિરોધ પછી ગ્રેસ માર્ક્સ પરત લઈને આ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

સરકારે 20 જૂને ફરીથી લેવાઈ રહેલી પરીક્ષા માટે ઍડમિટ કાર્ડ જાહેર કર્યા હતા.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

શિક્ષણ મંત્રાલયે નીટ પરિક્ષામાં થયેલા કથિત ગોટાળાની તપાસ સીબીઆઈને સોંપી

કેન્દ્રિય શિક્ષણ  મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયે નીટ પરિક્ષામાં થયેલા કથિત ગોટાળાની તપાસ સીબીઆઈને સોંપી છે.

સ્પર્ઘાત્મક પરીક્ષાઓ કથિત ગોટાળાના આરોપો પછી કેન્દ્ર સરકાર સતત નિર્ણયો કરી રહી છે.

કેન્દ્ર સરકારે શનિવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના ડાયરેક્ટર જનરલ સુબોધકુમાર સિંહને પદ પરથી હટાવ્યા હતા.

પ્રદીપસિંહ ખરૌલાને એનટીએના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો આપવામા આવ્યો છે.

આ સાથે જ સરકારે 23 જૂને યોજાનારી નીટ-પીજી પરીક્ષાને પણ રદ સ્થગિત કરી દીધી છે.

કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થઈ રહેલા ગોટાળા અને પેપર લીકને રોકવા માટે શુક્રવારે નવો કાયદો પણ લાગુ કર્યો હતો. આ કાયદા પ્રમાણે, 10 વર્ષની જેલ અને એક કરોડ રૂપિયાના જુર્માનાની જોગવાઈ છે.