ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી, કયા જિલ્લામાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે ઘટી રહ્યો છે અને અમદાવાદ સહિતનાં શહેરોમાં ગરમી વધી રહી છે. અમદાવાદમાં 18 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
વાતાવરણમાં એકંદરે બફારો અનુભવાઈ રહ્યો છે. દરમિયાન સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સૂકું છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે ઝાપટાં પડ્યાં છે.
છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના આંકડા જોવામાં આવે તો બોટાદમાં 2.40 ઇંચ વરસાદ પડી ગયો છે, જ્યારે સુરતના કામરેજમાં 1.65 ઇંચ, છોટા ઉદેપુરના સંખેડામાં 1.65 ઇંચ, બોટાદના બરવાળામાં 1.57 ઇંચ, છોટા ઉદેપુરના નસવાડીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
તેવી જ રીતે પાદરા, વ્યારા, કપરાડા, ડેડિયાપાડા, વાગરા, ઉમરપાડા, માંગરોળ, નવસારી, સુરત શહેર, સિનોર, ભરૂચ વગેરેમાં 0.24 ઇંચથી 0.80 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
ગુજરાત રાજ્યના 114 ડૅમ છલકાઈ ગયા
ચોમાસાની વિદાય હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. પિલાની, અજમેર, ડીસા અને ભુજ પરથી ચોમાસાએ વિદાય લીધી છે. દરમિયાન મરાઠવાડામાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ આવેલું છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 108 ટકા કરતાં વધુ વરસાદ થયો છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં 15માંથી ચાર ડૅમ છલકાઈ ગયા છે. મધ્ય ગુજરાતમાં 17માંથી નવ ડૅમ છલકાયા છે જ્યારે સાઉથ ગુજરાતમાં 13માંથી નવ ડૅમ છલકાઈ ગયા છે.
કચ્છમાં 20માંથી 13 ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં 141માંથી 79 ડૅમ છલકાયા છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ 94 ટકા જેટલો ભરાયેલો છે.
ગુજરાતમાં કુલ 207 નાના-મોટા ડૅમમાંથી 114 ડૅમ ભરાઈ ગયા છે અને તેમાં 93 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં હવે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 19 સપ્ટેમ્બર, શુક્રવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદની શક્યતા છે.
તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
20 સપ્ટેમ્બર, શનિવારે સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે.

ઇમેજ સ્રોત, IMD
21 સપ્ટેમ્બર, રવિવારે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
22 સપ્ટેમ્બર, સોમવારે પણ ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























