ગુજરાતનું એ મતદાનમથક જે માત્ર મહિલાઓ સંભાળે છે
ગુજરાતનું એ મતદાનમથક જે માત્ર મહિલાઓ સંભાળે છે
પ્રકાશિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોમવારે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ચૂંટમી પંચ દ્વારા એવાં મતદાનમથકો પણ ઊભા કરાયાં છે, જ્યાં પોલીસ બંદોબસ્ત સહિત ચૂંટણી કર્મચારીઓ માત્ર મહિલાઓ જ હશે.
દરેક વિધાનસભા બેઠક પર સાત મતદાનમથકો તૈયાર કરવામાં આવ્યાં છે જેનું તેનું સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા જ થશે.
આ મતદાન મથકો પર ફરજ પરના તમામ ચૂંટણી કર્મચારીઓ પણ ફક્ત મહિલાઓ જ હશે.
અમદાવાદના સોલા ભાગવત કૅમ્પસમાં આવેલા આવાજ એક મતદાન મથકની બીબીસી ન્યૂઝ ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ મુલાકાત લઈ ત્યાં મતદાન માટેની કેવી તૈયારીઓ ચાલી રહી છે તેનો ચિતાર મેળવ્યો.
વીડિયો- રૉક્સી ગાગડેકર છારા/ જય બ્રહ્મભટ્ટ






