ચંદ્રશેખર આઝાદ પર સહારનપુરમાં હુમલો, હૉસ્પિટલમાં દાખલ

ઇમેજ સ્રોત, ani
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આઝાદ સમાજ પાર્ટી – કાંશીરામના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદના કાફલા પર હુમલો થયો છે.
સહારનુપુરના એસએસપી ડૉક્ટર વિપિન ટાડાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ચંદ્રશેખર આઝાદના કાફલા પર કારમાં સવાર કેટલાક હથિયારબંધ લોકોએ ગોળીબાર કર્યો હતો.
એસએસપીએ જણાવ્યું કે એક ગોળી આઝાદના શરીરને સ્પર્શીને નીકળી છે, તેઓ ઠીક છે અને ઇલાજ માટે સીએચસી લઈ જવાયા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ ચંદ્રશેખરના એક સહયોગી પાસે આઝાદ હૉસ્પિટલમાં દાખલ થયાની અને તેમનો ગોળી વાગ્યાની પુષ્ટિ કરી છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી તસવીરોમાં ગોળી તેમની કમરને સ્પર્શીને નીકળી છે અને તેઓ ભાનમાં છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર એક પત્રકાર તેમને સવાલ જવાબ કરી રહ્યા છે.

ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Vivek Sen/BBC
હૉસ્પિટલમાં ઘાયલ અવસ્થામાં સૂતેલા ચંદ્રશેખરે તેમને જણાવ્યું કે તેઓ હુમલાખોરોને ઓળખી નથી શક્યા પણ તેમના સાથીઓએ ઓળખી લીધા છે.
ચંદ્રશેખરે જણાવ્યું, “હુમલો કરનારા ગાડીમાં સહારનપુર જતા રોડ તરફ જતા રહ્યા. એ સમયે અમારી એક જ ગાડી હતી અથવા અમારી બે ગાડી આગળ-પાછળ હતી. મારો ડ્રાઇવર પણ હતો અને તેને મળીને કુલ 5 લોકો હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“મારા સાથી ડૉક્ટરસાહેબને પણ ગોળી વાગી છે. મને વધુ યાદ નથી, કેમ કે મને ગભરાટ થઈ અને મેં સહારનપુરના એક વરિષ્ઠ અધિકારીને ફોન કર્યો અને તેમણે જણાવ્યું કે મારા પર હુમલો થયો છે અને મને કદાચ ગોળી વાગી છે.”
ત્યાર પછી ચંદ્રશેખરે આઝાદે જણાવ્યું કે તેમણે એસએસપી સહારનપુરને ફોન કર્યો હતો અને ઘટનાની જાણકારી આપી હતી.
તેમને સવાલ પૂછ્યો કે શું તેમને કોઈ પર શંકા છે, તો તેના સવાલના જવાબમાં આઝાદે કહ્યું કે તેમનો કોઈ સાથે ઝઘડો નથી.
























