You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દિવસ પડશે વરસાદ?
હવામાન વિભાગે ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન નબળું પડી ગયું છે અને હવે તે વેલમાર્ક લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. જે આગળ વધીને ગુજરાત નજીક આવે તેવી સંભાવના છે. હાલ આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિદર્ભ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચી છે. જે આગળ વધીને હવે ગુજરાતની નજીકથી પસાર થાય તેવી સંભાવના છે.
આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પડ્યો હતો.
તાજેતરમાં જ અરબી સમુદ્રમાં બનેલું અસના વાવાઝોડું પણ રાજ્યથી દૂર જઈને દરિયામાં નબળું પડી ગયું છે અને તે પણ વેલમાર્ક લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 12 કલાકમાં તે હજી પણ નબળું પડીને લૉ-પ્રેશર બની જશે અને પછી આ સિસ્ટમ વિખેરાઈ જશે.
જોકે, અસના વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમની ગુજરાતમાં કોઈ અસર થવાની નથી. હાલનો વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમને કારણે થઈ રહ્યો છે.
જાણો આ વીડિયો અહેવાલમાં કે આવનારા દિવસોમાં રાજ્યોના ક્યાં જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન