ગુજરાતમાં આગામી 4 દિવસમાં ક્યાં પડશે અતિભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી 4 દિવસમાં ક્યાં પડશે અતિભારે વરસાદ?
ગુજરાતમાં આગામી 4 દિવસમાં ક્યાં પડશે અતિભારે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં તમામ જિલ્લામાં સક્રિય થયેલું ચોમાસું થોડા સમય માટે થંભી ગયું છે.

જોકે, ફરી એ સક્રિય થાય તેવા સંકેતો છે અને તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડે તેવું અનુમાન છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કે સામાન્યથી વધુ રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા કેટલાક કલાકોમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જોકે ક્યાંય ભારે કે અતિભારે વરસાદ પડ્યો હોય એવું નોંધાયું નથી.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કે સામાન્યથી વધુ રહે તેવી સંભાવના છે.

28 જુલાઈએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.

એ હવે આગામી 24 કલાક દરમિયાન છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

હાલના સમયે મૉન્સૂન ટ્રફ શ્રી ગંગાનગર, ભિવાની, ગ્વાલિયર, સીધી, છત્તીસગઢના મધ્ય ભાગો અને નજીકના ઉત્તર ઓડિશા, પુરી પર ડીપ ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થાય છે. ત્યાર બાદ દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડીના મધ્ય ભાગો તરફ જાય છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

હવામાન વિભાગ અનુસાર, જો વરસાદી મજબૂત સિસ્ટમ તેના નિર્ધારિત સમય અને સ્થળ તરફ આગળ વધે તો આવનારા દિવસોમાં વરસાદની પ્રબળ શક્યતા છે.

ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી કેટલાક કલાકોમાં વરસાદનું જોર વધશે. એટલે કે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, 30 જુલાઈએ દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

તેમજ એ જ દિવસે નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

તો 31 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

તેમજ ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

તેમજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.

એટલે કે 31 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

ગુજરાત ચોમાસું વરસાદ ખેતર ખેતી ખેડૂત પાણી પૂર હવામાન વાદળ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન