વાવ-થરાદમાં જળબંબાકાર : ડેડાવા ગામમાં પાણી ભરાતાં ખેતી અને જનજીવન પ્રભાવિત

વીડિયો કૅપ્શન, વાવ-થરાદમાં જળબંબાકાર: ડેડાવા ગામમાં પાણી ભરાતાં ખેતી અને જનજીવન પ્રભાવિત
વાવ-થરાદમાં જળબંબાકાર : ડેડાવા ગામમાં પાણી ભરાતાં ખેતી અને જનજીવન પ્રભાવિત
પ્રકાશિત

ઉત્તર ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારમાં સતત પડેલા ધોધમાર વરસાદને કારણે ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ખાસ કરીને ડેડાવા ગામમાં ઘરો, શાળાઓ, પંચાયત અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. અંદાજે 12 ઇંચ જેટલા વરસાદથી મુખ્ય માર્ગો ધોવાયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર 50 ટકા જેટલી ખેતી ક્ષાર અને પાણી ભરાવાના કારણે નાશ પામી છે.

બીબીસી ગુજરાતી વાવ-થરાદમાં જળબંબાકાર : ડેડાવા ગામમાં પાણી ભરાતાં ખેતી અને જનજીવન પ્રભાવિત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન