બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે?

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે?
પ્રકાશિત

ગુજરાતમાં નવરાત્રિ સમયે કેટલાક ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે

ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવા છતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડી પર તારીખ 25 સપ્ટેમ્બરની આસપાસ એક લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. આગળ જતા તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકાય છે.

આ સિસ્ટમના કારણે તારીખ 26 અને 27 સપ્ટેમ્બરે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં પણ છૂટાંછવાયાં સ્થળે અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

આ સિસ્ટમ કેવી રીતે બનશે? આ સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે? ગુજરાતના ક્યાં વિસ્તારમાં, કેટલો વરસાદ પડવાની શક્યતા છે? આ તમામ વિગતો જાણવા માટે જુઓ આ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન