એ ટ્રાન્સજેન્ડરો જેઓ શણની બૅગ બનાવવાની પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બન્યાં

એ ટ્રાન્સજેન્ડરો જેઓ શણની બૅગ બનાવવાની પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બન્યાં
પ્રકાશિત

સામાન્ય રીતે પૈસા માગીને ગુજરાન ચલાવતા હોવાની છાપ ધરાતા ટ્રાન્સજેન્ડર લોકો તેલંગાણામાં નવો ચીલો પાડી રહ્યાં છે.

અહીં આ સમૂહના લોકો શણની થેલી સીવવાનું કામ કરીને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યાં છે.

દુર્ગાબાઈ મહિલા અને બાળવિકાસ કેન્દ્ર તેમને તેલંગાણા રાજ્ય મહિલા સહકાર વિકાસ નિગમના નેજા હેઠળ તાલીમ આપી રહ્યું છે.

જુઓ, આ પ્રવૃત્તિ શરૂ કર્યા બાદ તેમનાં જીવનમાં કેવા ફેરફાર આવ્યા?