મેરઠ : 'પોલીસવાળાને ફાંસીની સજા થવી જોઈએ', અમદાવાદમાં પુત્ર ગુમાવનાર માતાપિતાની વ્યથા

મેરઠ : 'પોલીસવાળાને ફાંસીની સજા થવી જોઈએ', અમદાવાદમાં પુત્ર ગુમાવનાર માતાપિતાની વ્યથા
પ્રકાશિત

અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં 10 નવેમ્બર (ગત રવિવારે) રાતે સાડા દસ વાગ્યા આસપાસ પૂરપાટ ઝડપે આવતી કાળી કારના ચાલકને માઈકાના બે વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, ચાલક ગાડીમાંથી ઊતર્યો અને છરી મારીને ગુજરાતમાં ભણવા આવેલા પરપ્રાંતીય યુવાનની હત્યા કરી નાખી હતી.

અમદાવાદ પોલીસે કેસની શરૂઆતમાં સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ જેવાં પરંપરાગત માધ્યમો દ્વારા માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ નક્કર માહિતી મળી ન હતી.

એવામાં એક મહત્ત્વપૂર્ણ બાબત તરફ પોલીસનું ધ્યાન ગયું અને તેના આધારે તપાસ હાથ ધરી. કૉન્સ્ટેબલ જ હત્યામાં સંદિગ્ધ હોઈ તેને પોલીસની તપાસપદ્ધતિ વિશે અંદાજ હતો. છતાં પગેરું દાબતા અમદાવાદ પોલીસ પંજાબ પહોંચી હતી અને સંગરુર ખાતે મિત્રના ઘરેથી આરોપી તથા તેના મિત્રની ધરપકડ કરી હતી.

આ કેસ બાબતે બીબીસી ગુજરાતીની ટીમ વધુ માહિતી મેળવવા મેરઠ પહોંચી હતી અને ત્યાં તેમણે પ્રિયાંશુના પરિવાર સાથે વાત કરી હતી.

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.