You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ પડશે, રાજ્યમાં ક્યારથી ચોમાસાની શરૂઆત થશે?
5 જૂનના રોજ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે હવળાથી મધ્યમ કક્ષાનો છૂટાછવાયો વરસાદ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સહિત મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ ઉપરાતં 6 જૂનના માટેની આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સિવાયના તમામ જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે 7 જૂનના રોજ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાયના તમામ જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 4 જૂનના રોજ ચોમાસું લક્ષદ્વીપ ટાપુઓના તમામ વિસ્તારો, કેરળ અને માહેના તમામ વિસ્તારો પર ચોમાસું પહોંચી ગયું છે. જ્યારે તામિલનાડુના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારો અને બંગાળની ખાડી તથા અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન