ગુજરાત : આંગણામાં રમતી બાળકીને દીપડો ઉપાડી ગયો, ડૉક્ટરોએ મૃત જાહેર કરી – ન્યૂઝ અપડેટ

વન વિભાગ અનુસાર, ગઈ કાલે રાતે જ દીપડાને શોધવાનું ઑપરેશન શરૂ કર્યું હતું. આજે સવારે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે બીબીસી ગુજરાતી છોટા ઉદેપુર બોડેલી વન્ય પ્રાણી

ઇમેજ સ્રોત, DAXESH SHAH/BBC

ઇમેજ કૅપ્શન, વન વિભાગ અનુસાર, ગઈ કાલે રાતે જ દીપડાને શોધવાનું ઑપરેશન શરૂ કર્યું હતું. આજે સવારે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

છોટા ઉદેપુરના બોડેલીના મોટા વાજપુર ગામે દીપડાના કથિત હુમલામાં એક બાળકીનું મોત થયું છે.

બીબીસી સહયોગી દક્ષેશ શાહ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, ચાર વર્ષીય બાળકી તેના ઘરના આંગણામાં રમતી હતી અને તેના પર દીપડાએ હુમલો કર્યો હતો.

ગંભીર ઈજા થતાં બાળકીને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાથી મોટા વાજપુર અને સમગ્ર જિલ્લામાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમે પાંજરાં ગોઠવ્યાં હતાં.

છોટા ઉદેપુરના ડીસીએફ રૂપક સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "વન વિભાગે ગઈ કાલે રાતે જ દીપડાને શોધવાનું ઑપરેશન શરૂ કર્યું હતું. આજે સવારે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે. આ એ જ દીપડો છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તેમજ મૃતકના પરિવારને સરકાર તરફથી જે કંઈ સહાય મળતી હશે એ દિશામાં પણ કાર્યવાહી કરાશે."

તેમજ તેમણે ગામલોકોને સાવધ રહેવાનું પણ જણાવ્યું હતું.

જૉર્ડનમાં અમેરિકાનાં ઠેકાણાં પર હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર કર્યા હુમલા

જૉર્ડનમાં અમેરિકાનાં ઠેકાણાં પર હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર કર્યા હુમલા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, US Central Command

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાએ ઈરાન પર ફરી વખત હવાઈ હુમલાઓ શરૂ કરી દીધા છે. ગુરુવારે ઈરાનની અંદર ઘણાં ઠેકાણાંને નિશાન બનાવવા માટે હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા.

મનાય છે કે અમેરિકાની હાલની કાર્યવાહી ઈરાન તરફથી જૉર્ડનસ્થિત અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં પર બૅલિસ્ટિક મિસાઇલો છોડ્યા બાદ થઈ છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે આ તમામ મિસાઇલોને રોકી લેવામાં આવી હતી અને ઈરાનનો હુમલો નાકામ કરી દેવામાં આવ્યો હતો.

અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે તેણે અમેરિકન દળો પર ઈરાની બૅલિસ્ટિક મિસાઇલ હુમલાના પ્રયાસના બદલામાં ઈરાન પર ભારે હુમલો કર્યો હતો.

અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે મંગળવારે જૉર્ડનમાં યુએસ બેઝ અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સનાં ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં.

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે ઈરાનને બહુ આક્રમક ભાષામાં ધમકી આપી છે. અગાઉ ઈરાને રાતે અચાનક જૉર્ડનમાં અમેરિકાના સૈનિકો પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝના પ્રમુખ સંવાદદાતા ટ્રે યિંગસ્ટને કહ્યું કે "અમે તેમને તેમની ઔકાત બતાડી દેશું."

ટ્રમ્પે કહ્યું, "અમે તેમના પર જોરદાર હુમલો કરીશું, તેમને જડબાતોડ જવાબ મળશે."

ટ્રમ્પે કહ્યું કે "જૉર્ડનમાં તહેનાત અમેરિકન સૈનિકો પાસે ઈરાન તરફથી છોડેલી બૅલેસ્ટિક મિસાઇલોને રોકવા અને તોડી પાડવા માટે માત્ર થોડી મિનિટો હતી."

તેમણે જણાવ્યું કે તેમણે એ વીડિયો જોયો છે, જેમાં અમેરિકન સૈનિકો મિસાઇલને રોકવાની કાર્યક્રમ દરમિયાન રિયલ ટાઇમમાં કો-ઑર્ડિનેશન કરી રહ્યા છે.

આ દરમિયાન ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉરે જણાવ્યું કે તેણે જૉડર્નસ્થિત મુવાફ્ફક અલ-અલતી ઍરબેઝ અને અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયને નિશાન બનાવીને બૅલેસ્ટિક મિસાઇલો છોડી છે.

જૉર્ડનની સેનાએ કહ્યું કે તેણે ઈરાનની પાંચ મિસાઇલને રોકીને તોડી પાડી છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ ચોકી પર 'ચરમપંથી' હુમલો, ડીએસપી સહિત 9 પોલીસ કર્મચારીઓનાં મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ ચોકી પર 'ચરમપંથી' હુમલો, ડીએસપી સહિત 9 પોલીસ કર્મચારીઓનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Aamir QURESHI / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગ (આઈએસપીઆર)એ દાવો કર્યો કે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં ચલાવેલાં અભિયાનોમાં '32 આતંકવાદીઓ' માર્યા છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હાંગૂ કે ખજીના ચેકપોસ્ટ પર થયેલા હુમલા અને જવાબી હુમલામાં એક ડીએસપીસહિત નવ પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે આ અથડામણમાં પોલીસે '15 ચરમપંથી'ઓને મારવાનો દાવો કર્યો છે.

ખૈબર પખ્તુનખ્વા પોલીસના નિવેદન પ્રમાણે બુધવારે થયેલા આ હુમલામાં 28 પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા છે.

નિવેદનમાં જણાવ્યા પ્રમાણે 'ચરમપંથી'ઓએ હાંગુની ખાજિના બંદા ચોકી પર હથિયારો વડે હુમલો કર્યો. તે પહેલાં પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગ (આઈએસપીઆર)એ દાવો કર્યો કે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં ચલાવેલાં અભિયાનોમાં '32 આતંકવાદીઓ' માર્યા છે.

ફ્રાન્સ અને સ્પેન બાદ હવે ગ્રીસનાં જંગલોમાં આગ, ગામોનાં ગામો ખાલી કરાવાયાં

ગ્રીસના જંગલમાં આગ ફ્રાન્સ અને સ્પેન બાદ હવે ગ્રીસનાં જંગલોમાં આગ, ગામોનાં ગામે ખાલી કરાવાયાં- ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images

ગ્રીસના ક્રીટ દ્વીપના રેથિમ્ન વિસ્તારમાં લાગેલી આગમાં બે બચાવકર્મીનાં મોત થયાં છે.

ઝડપી પવનોએ આગને વધુ વિકરાળ બનાવી છે, જેના કારણે ગામોનાં ગામ ખાલી કરાવાયાં છે.

દક્ષિણ યુરોપમાં ગરમીના સમયે જંગલોમાં આગ લાગવાની આ મોટી ઘટના છે.

દક્ષિણ તુર્કીમાં પણ મુગલા પ્રાંતમાં લાગેલી આગને કારણે ફેથિયેથી અંતાલ્યા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરવો પડ્યો છે. એક હૉસ્પિટલના કેટલાક ભાગને પણ ખાલી કરાવાયો છે.

આ દરમિયાન સ્પેન અને ફ્રાન્સમાં ગરમીની ચોથી હીટ વેવ શરૂ થઈ છે. ફાયરના કર્મીઓ એ મોટા જંગલમાં ફરી આગ ન લાગે એવા પ્રયાસો કરી રહ્યા છે, જેને હાલમાં કાબૂમાં લેવાઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ક્રીટમાં અનેક જગ્યાએ આગ લાગી છે અને આ ઝડપથી ફેલાતી ગઈ.

ગ્રીસના બીજા ભાગોમાં પણ આગ લાગી છે. એજિયન સાગર પાસે પારોસ અને લેસબોસ ટાપુઓ સહિત ગ્રીસના મુખ્ય ભૂભાગના દક્ષિણ શહેર ટ્રિફિલિયામાં પણ આગ લાગી છે.

ઈરાનના જૉર્ડન પર હુમલા બાદ ટ્રમ્પની આક્રમક ભાષામાં ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે ઈરાનને બહુ આક્રમક ભાષામાં ધમકી આપી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે ઈરાનને બહુ આક્રમક ભાષામાં ધમકી આપી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે ઈરાનને બહુ આક્રમક ભાષામાં ધમકી આપી છે. અગાઉ ઈરાને રાતે અચાનક જૉર્ડનમાં અમેરિકાના સૈનિકો પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝના પ્રમુખ સંવાદદાતા ટ્રે યિંગસ્ટને કહ્યું કે "અમે તેમને તેમની ઔકાત બતાડી દેશું."

ટ્રમ્પે કહ્યું, "અમે તેમના પર જોરદાર હુમલો કરીશું, તેમને જડબાતોડ જવાબ મળશે."

ટ્રમ્પે કહ્યું કે "જૉર્ડનમાં તહેનાત અમેરિકન સૈનિકો પાસે ઈરાન તરફથી છોડેલી બૅલેસ્ટિક મિસાઇલોને રોકવા અને તોડી પાડવા માટે માત્ર થોડી મિનિટો હતી."

તેમણે જણાવ્યું કે તેમણે એ વીડિયો જોયો છે, જેમાં અમેરિકન સૈનિકો મિસાઇલને રોકવાની કાર્યક્રમ દરમિયાન રિયલ ટાઇમમાં કો-ઑર્ડિનેશન કરી રહ્યા છે.

આ દરમિયાન ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉરે જણાવ્યું કે તેણે જૉડર્નસ્થિત મુવાફ્ફક અલ-અલતી ઍરબેઝ અને અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયને નિશાન બનાવીને બૅલેસ્ટિક મિસાઇલો છોડી છે.

જૉર્ડનની સેનાએ કહ્યું કે તેણે ઈરાનની પાંચ મિસાઇલને રોકીને તોડી પાડી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન