You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગોળી મારી ત્વચાને સ્પર્શ કરીને જતી રહી' ગોળીબાર બાદ ટ્રમ્પની શું સ્થિતિ છે?
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક રેલી દરમિયાન ગોળીબાર થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં એક સંદિગ્ધ પુરુષ હુમલાખોર તથા એક દર્શકનું મૃત્યુ થયું છે.
આ ઘટના બાદ ડોલાન્ડ ટ્રમ્પના જમણા કાનમાં લોહી જોવા મળ્યું હતું. ટ્રમ્પની રેલી દરમિયાન ઘણીવખત ગોળીબારનો અવાજ સાંભળવા મળ્યો. અવાજ આવ્યા બાદ સીક્રેટ સર્વિસ ઍજન્ટ ટ્રમ્પને તરત જ મંચ પરથી ઉતારીને ગાડીમાં લઈ ગયા. આ દરમિયાન ટ્રમ્પ મુઠ્ઠી ઉગામીને તેમના સમર્થકોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા.
ટ્રમ્પની પ્રચાર ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે કે તેઓ ‘કુશળ’ છે અને સ્થાનિક મેડિકલ વ્યવસ્થાની ‘દેખરેખ’માં છે.
ટ્રમ્પ પર હુમલો કરનારા શખસની એફબીઆઈએ ઓળખ કરી લીધી છે. તેનું નામ થૉમસ ક્રૂક્સ જણાવાઈ રહ્યું છે. તે 20 વર્ષનો યુવાન હતો. ડીએનએ ટેસ્ટની પુષ્ટિ બાદ એફબીઆઈએ તેની ઓળખ જાહેર કરી છે.
એફબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.