અહીં બન્યું વિશ્વનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, બનવામાં લાગ્યાં આટલાં વર્ષ
અહીં બન્યું વિશ્વનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, બનવામાં લાગ્યાં આટલાં વર્ષ
પ્રકાશિત
અમેરિકાના ન્યૂ જર્સી પાસે આવેલા રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું સૌથી વિશાળ અક્ષરધામ મંદિર 8 ઑક્ટોબરે સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાશે.
183 એકર જમીનમાં ફેલાયેલાં આ મંદિરને બનાવવામાં અમેરિકાના 12,500થી વધુ સ્વયંસેવકોએ 12 વર્ષ સુધી મહેનત કરી છે.
સંસ્થાનો દાવો છે કે આ મંદિર કંબોડિયામાં આવેલા અંગકોરવાટ હિંદુ મંદિર બાદ આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર હશે.
નોંધનીય છે કે અંગકોરવાટમાં આવેલું વિષ્ણુ મંદિર 500 એકર જમીનમાં ફેલાયેલું છે.






