You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાનું એક વર્ષ : ‘મારાં ફૂલ જેવાં છોકરાં ગુમાવ્યાં, હવે અમારું કોણ...’
ગયા વર્ષે નવ જુલાઈના દિવસે વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો. તેમાં 22 લોકોનાં મોત થયાં હતાં.
આ બ્રિજ તૂટવાની સાથે કેટલાક પરિવારોના માથે દુ:ખ તૂટી પડ્યું હતું તેમાંથી એક છે વડોદરાનાં સોનલબહેનનો પરિવાર.
તેમની આંખમાં હજુ પણ આંસુ છે અને અવાજમાં વેદનાનો પડઘો ઝીલાય છે.
વડોદરાના પાદરા તાલુકાનાં સોનલબહેને 2025માં ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં પતિ અને પોતાનાં બે બાળકોને ગુમાવ્યાં હતાં.
સોનલબહેન પણ એ કારમાં સવાર હતાં જે બ્રિજ તૂટી પડતા નદીમાં ખાબકી હતી. એ કારમાં સવાર સાત લોકોમાંથી માત્ર સોનલબહેન જ બચ્યાં હતાં.
રાજ્ય સરકારે આ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવવા માટે ફંડ ફાળવ્યું હતું અને તેના પર કામ પણ શરૂ કરાવ્યું હતું. 13 જુલાઈ 2025ના રોજ રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની બાજુમાં નવો ટુ-લેન બ્રિજ બનાવવા માટે 212 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને 18 મહિનામાં તેની કામગીરી પૂરી કરવા માટેનું લક્ષ્ય રાખ્યું હતું.
તેમની નજર સામે જ તેમનો આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો. પાદરા તાલુકાના દરિયાપુરા ગામમાં રહેતાં સોનલબહેનના માથે હવે તેમનાં વૃદ્ધ સાસુ-સસરાને સંભાળવાની જવાબદારી છે.
ગંભીરા બ્રિજની દુર્ઘટનાને એક વર્ષ પૂરુ થયું છે ત્યારે બીબીસી ગુજરાતીએ સોનલબહેન સાથે વાત કરી હતી.
જુઓ તેમની કહાણી વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન