You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અકસ્માતમાં આંખ ગુમાવી, હવે બીજાની આંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું
અમેરિકાના ન્યૂયૉર્કમાં સર્જનોએ 21 કલાકનું ઑપરેશન કરીને ડૉનરના ચહેરાના કેટલાક ભાગ સાથેની ડાબી આંખ કાઢી. જેમાં ઑપ્ટિક નર્વ પણ સામેલ હતી. ત્યારબાદ તેને કુશળતા સાથે એનોનમાં લગાડી દીધી.
અરકન્સાસમાં રહેનારા એરોન જેમ્સ માટે આ દિવસ યાગદાર રહ્યો. એરોનને તેના માટે લાંબી રાહ જોવી પડી.
વીજળી વિભાગમાં કામ કરતા એરોનને જૂન-2021માં એક અકસ્માત થયો હતો. ત્યારે તેમની આંખનો ભાગ 7200 વોલ્ટ કરંટના વાયરના સંપર્કમાં આવી ગયો હતો.
આ અકસ્માતમાં તેમણે તેમનો ડાબો હાથ, હોઠ, દાંત અને ડાબી આંખ જેવાં અંગોને ખોયાં હતાં.
આ પ્રયોગાત્મક સર્જરીને છ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. હજુ તેમને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી આંખથી કંઈ દેખાતું નથી. છતાં ડૉક્ટર આ કેસને ભવિષ્ય માટે મોટી સફળતા માને છે.