ભાવનગર : રાજુભાઈ રોજ 10થી 15 મણ જુવાર પક્ષીઓને કેમ ખવડાવે છે?

ભાવનગર : રાજુભાઈ રોજ 10થી 15 મણ જુવાર પક્ષીઓને કેમ ખવડાવે છે?
પ્રકાશિત

આ છે ભાવનગરના જેસર ગામના પક્ષી પ્રેમી રાજુભાઈ કામળિયા. રાજુભાઈ દરરોજ પક્ષીઓને ચણ ખવડાવે છે.

છેલ્લાં પાંત્રીસ વર્ષથી દરરોજ હજારો કબૂતરો તેમના પરિસરમાં ચણ ખાવા આવે છે.

રાજુભાઈનો દાવો છે કે દરરોજ 10થી 15 મણ જુવાર તેઓ પક્ષીઓને ખવડાવે છે.

રાજુભાઈ તેમના પરિસરમાં પક્ષીઓના ચણ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. તેના માટે તેમણે વિશેષ કુંડીઓ પણ બનાવી છે.

રાજુભાઈ કહે છે કે આ ચણ પાછળ વર્ષે તેમને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જે તે જાતે ભોગવે છે.

રાજુભાઈની ગેરહાજરીમાં સ્થાનિક સ્વયંસેવક પક્ષીઓને ચણ નાખવાનું કાર્ય કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.