મધ્ય પ્રદેશમાં બે મહિલાને કમર અને ગરદન સુધી માટીમાં દબાવી દેવાનો મામલો શું છે
મધ્ય પ્રદેશમાં બે મહિલાને કમર અને ગરદન સુધી માટીમાં દબાવી દેવાનો મામલો શું છે
પ્રકાશિત
ચેતવણી: અમુક દૃશ્યો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં મુરમમાં દબાયેલી આ બે મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
મુરમ એક પ્રકારની માટી હોય છે, જેનો ઉપયોગ ઘણી જગ્યાએ ઘર કે રસ્તા બનાવવામાં થાય છે.
રવિવારે રીવાના હનૌતા કોઠાર ગામમાં બે મહિલાઓ મમતા પાંડે અને આશા પાંડે રસ્તો બનાવવાનો વિરોધ કરી રહી હતી. ત્યારે જ મુરમથી ભરેલો ડમ્પર બંને મહિલાઓ ઉપર ઠાલવી દેવામાં આવ્યું.
એવામાં એક મહિલા કમર સુધી અને બીજી મહિલા ગળા સુધી દબાઈ ગઈ. આ મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.
આખરે આ મહિલાઓ રસ્તો બનાવવાનો વિરોધ કેમ કરી રહી હતી તે અંગે આશા પાંડેએ જણાવ્યું કે આરોપી પરાણે તેમની માલિકીની જમીન પર રસ્તો બનાવવા માગતા હતા અને જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો તેમના પર માટી નાખી દેવામાં આવી.




