You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBCShe : સેક્સવર્કર અલીશા કેવી રીતે બન્યા ટ્રાન્સજેન્ડરોનાં હેલ્થવર્કર
રાતના અંધારામાં શણગાર કરીને સડક પર ઊભેલી ગાડીઓને તાકી રહેલાં અલીશા, એ વાતની રાહ જુએ છે કે કોઈ ગાડી રોકાય અને તેમને બોલાવે.
અલીશા એક સેક્સવર્કર છે. તેઓ રાત્રે હંમેશાં આ જ સડક પર મળે છે.
એક રિપોર્ટર તરીકે જ્યારે હું અલીશાથી થોડે દૂર એ જ રસ્તે ઊભી હતી, ત્યારે મનમાં એક એવો ડર તો હતો. આ એ જ ડર હતો જે કદાચ ગમે તે છોકરીને રાત્રે આવી જગ્યાએ ઊભાં રહેવાના કારણે મહેસૂસ થયો હતો.
પરંતુ શું અલીશા આપણા બધાથી અલગ છે? નીડર દેખાઈ રહેલાં અલીશાના મનમાં શું કોઈ નથી?
રાતના અંધારા બાદ સવારના અજવાળામાં જ્યારે અલીશાને આ પ્રશ્ન પૂછ્યોતો તેઓ બોલ્યા, “ડર તો લાગે છે. એ વાતની ખબર નથી હોતી કે અમે પાછાં આવીશું કે નહીં.”
સેક્સવર્ક એ અલીશાના જીવનની ગૂંચનું એક પાસું છે. તેઓ આને લઈને શરમિંદાં નથી, પરંતુ આ તેમની પ્રથમ પસંદ પણ નથી.
જુઓ તેમના જીવનની કહાણી...
વીડિયો : પ્રિયંકા ધીમાન, બીબીસી પંજાબી અને શર્મિલા શર્મા, ગુડગાંવ કી આવાઝ