સુરતનાં સમૂહલગ્નમાં અનાથ પરિણિતાએ કેમ કહ્યું, “મને લાગ્યું જ નહીં કે મારા પિતા નથી”

વીડિયો કૅપ્શન, સુરતનાં સમૂહલગ્નમાં પરણનાર અનાથ યુવતીએ કેમ કહ્યું, “મને લાગ્યું જ નહીં કે મારા પિતા નથી”
સુરતનાં સમૂહલગ્નમાં અનાથ પરિણિતાએ કેમ કહ્યું, “મને લાગ્યું જ નહીં કે મારા પિતા નથી”
પ્રકાશિત

સુરતના હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ તાજેતરમાં 300 જેટલી અનાથ યુવતીઓનાં લગ્ન કરાવ્યાં હતાં.

આ સમૂહલગ્નનો નજારો જોતાં મેળા જેવો માહોલ લાગી રહ્યો હતો.

નોંધનીય છે કે તેઓ દર વર્ષે આ પ્રકારે સમૂહલગ્નનું આયોજન કરે છે, જે બાદ તેના સમાચારોને લીધે તેઓ અને આ લગ્ન અમુક દિવસ સુધી છવાયેલાં રહે છે.

સમૂહલગ્નમાં લગ્ન કરનારી યુવતીઓએ લગ્નના આયોજનને જોઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મને લાગ્યું જ નહીં કે મારા પિતા નથી. એવાં લગ્ન થયાં જાણે એ મારા પિતાએ જાતે કરાવ્યાં હોય.”

પ્રતીકાત્મક તસવીર
સુરતમાં સમૂહલગ્ન
bbc gujarati line
bbc gujarati line