પોતાના કૅમ્પસના મનમોહક વાતાવરણથી જાણીતું બનેલું ગુજરાતનું અનોખું પોલીસ સ્ટેશન

પોતાના કૅમ્પસના મનમોહક વાતાવરણથી જાણીતું બનેલું ગુજરાતનું અનોખું પોલીસ સ્ટેશન
પ્રકાશિત

પોલીસ સ્ટેશનનું નામ પડતાં જ ભલભલાનું મોઢું પડી જાય છે.

પરંતુ સુરતનું એક પોલીસ સ્ટેશન ત્યાંના કર્મચારીઓના પ્રકૃતિપ્રેમ અને રળિયામણા વાતાવરણને કારણે ચર્ચામાં છે.

સુરતનું ઉમરપાડા તાલુકામાં આવેલું પોલીસ સ્ટેશન તેની ખાસિયતોને કારણે સાવ અલગ તરી આવે છે.

પ્રથમ નજરે તો અહીંનું મનમોહક હરિયાળું વાતાવરણ આભાસ જ નથી થવા દેતું કે આ એક પોલીસ સ્ટેશન છે.

જુઓ, ગુજરાતના આ અનોખા પોલીસ સ્ટેશનની ખાસિયતો માત્ર બીબીસી ગુજરાતી સાથે.