એશિયા કપ ફાઇનલ : સિરાજના તરખાટે શ્રીલંકાની બેટિંગનો ગઢ પત્તાના મહેલની જેમ ધ્વસ્ત કરી દીધો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંજય કિશોર
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
ભારતીય ઉપમહાદ્વીપનો તાજ દાવ પર છે. કોલંબોનું આર. પ્રેમદાસા સ્ટેડિયમ એક બ્લૉકબસ્ટર ફાઇનલનું સાક્ષી બની રહ્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે નવમી વખત એશિયા કપ ફાઇનલ રમાઈ રહી છે.
આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરનારા શ્રીલંકાએ ખૂબ જ નબળી શરૂઆત કરી. જોકે શ્રીલંકાની શરૂઆત નબળી રહી એના કરતાં એમ કહેવાય કે ભારતના મોહમ્મદ સિરાજે પ્રારંભિક ઓવરોમાં જ તરખાટ મચાવીને છ વિકેટો ઝડપી લીધી. સાથે જસપ્રિત બુમરાહે પણ એક વિકેટ ઝડપી અને શ્રીલંકાની ટીમ 12મી ઓવરમાં સાત વિકેટો ખોઈને માત્ર 33 રન કરી શકી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ માટે એશિયા કપ 2023 ખિતાબ જીવતો એટલા માટે પણ મહત્ત્વનો છે કેમ કે 3 સપ્તાહો બાદ ભારતમાં આઈસીસી વનડે વિશ્વ કપ રમાશે, જેની યજમાની ભારત કરી રહ્યું છે.
રોહિત શર્મા એન્ડ કંપની પર 2011નું પરફૉર્મન્સ ફરી વાર પૂરું પાડવાનું દબાણ છે જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારત બીજી વખત વિશ્વ ચૅમ્પિયન બન્યું હતું.
એશિયા કપમાં હજુ સુધી ભારતનું પ્રદર્શન ઉતાર-ચઢાવ ભરેલું છે. રોહિત શર્માની ટીમ પોતાના પ્રશંસકોનોને વિશ્વાસ ન અપાવી શકી કે આ વિશ્વકપમાં ટીમ ઇન્ડિયા ફરીથી ઇતિહાસ રચી શકશે.
એશિયા કપમાં ભારતની ફાઇનલ સુધીની સફર પાકિસ્તાન સામેના ખરાબ પરફૉર્મન્સ સાથે શરૂ થઈ અને ત્યાર બાદ નેપાળ વિરુદ્ધ મજબૂત વિજય થયો જેથી ટીમ સુપર ફોરમાં જગ્યા મેળવી શકી.
પહેલી મૅચમાં વરસાદના વિઘ્ન બાદ ભારતે બે દિવસની રમતમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું. પછી શ્રીલંકા વિરુદ્ધ રોમાંચક જીત પ્રાપ્ત કરી અને ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી.
સુપર ફોરની અંતિમ મૅચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ હાર બાદ ટીકાકારો એક વાર ફરી ટીમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

1 – પોતાની પિચ પર શ્રીલંકન ટીમ મજબૂત છે

ઇમેજ સ્રોત, Getty Images
યજમાન શ્રીલંકાએ ગત સપ્તાહે ભારતને એ અનુભવ કરાવ્યો હતો કે યજમાન ટીમને તેની પિચ પર હળવાશમાં ન લે.
શ્રીલંકાના બોલરોએ ભારતને 213 રન પર ઓલઆઉટ કરી દીધા હતા. બધી 10 વિકેટો સ્પિનરોએ લીધી હતી જેમાં ચાર વિકેટ પાર્ટ ટાઇમ ઑફ સ્પિનર સી. અસલાંકાએ લીધી હતી.
પ્રેમદાસાની પિચ ધીમી અને ટર્નિંગ રહેવાની આશા છે. મિડલ ઑવરમાં સ્પિનર મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.જોકે શ્રીલંકાને ફાઈનલ પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. મિસ્ટ્રી સ્પિનર મહેશ તીક્ષણા ફાઇનલમાંથી બહાર થઈ ગયા છે.
તેમની જગ્યાએ સ્પિનર ઑલરાઉન્ડર સહાન અરાચિગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે યજમાન ટીમ પાસે દુનિધ વેલાલાગે અને ધનંજય ડી સિલ્વા છે. વેલાલાગેએ રોહિત શર્મા, શુભમગ ગિલ, વિરાટ કોહલી, એ.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાની વિકેટ લીધી હતી.

2 – કુસલ-સદીરાને જલ્દી આઉટ કરો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શ્રીલંકાના ત્રીજા ક્રમના બેટ્સમેન કુસલ મેન્ડિસ પર યજમાન ટીમની આશાઓ ટકેલી છે. મેન્ડિસ શાનદાર ફૉર્મમાં છે. ગત ઇનિંગ પાકિસ્તાન સામે રમી હતી જેમાં શાનદાર 91 રન બનાવ્યા હતા.
મેન્ડિસ 5 મૅચમાં 253 રનો સાથે એશિકા કપમાં શુભમન ગિલ બાદ બીજા સૌથી વધુ રન ફટકારનારા ખેલાડી છે.
પાકિસ્તાન વિરુદ્ધ 91 રન સિવાય બાંગ્લાદેશ વિરુદ્ધ 50 અને અફઘાનિસ્તાન સામે 92 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ફાસ્ટ બોલરો તેમની સામે શોર્ટ બોલિંગ કરવાની કોશિશ કરી શકે છે. મેન્ડિસ શોર્ટ અથવા બેક-ઑફ-એ-લેન્થ બોલિંગ વિરુદ્ધ અસહજ રહે છે. ડાબોડી સ્પિનર પણ તેમને પરેશાન કરી શકે છે. રવિન્દ્ર જાડેજા અને કુશલ મેન્ડિસ વચ્ચે ટક્કર રસપ્રદ રહેશે.
એક અન્ય બેટ્સમેન જેમણે સુપર ફોર તબક્કામાં તમામને પ્રભાવિત કર્યા છે તેઓ 28 વર્ષના સદીરા સમરવિક્રમા છે. ગત ત્રણ મૅચોમાં 158 રન બનાવ્યા અને ટુર્નામેન્ટમાં 216 રન.
બાંગ્લાદેશ વિરુદ્ધ સમરવિક્રમાના માત્ર 71 બોલમાં 93 રનોની ઇનિંગમાં 2 સિક્સર સામેલ હતા. તેમણએ હજુ સુધી ટુર્નામેન્ટમાં પોતાની ટીમ માટે સૌથી વધુ સિક્સર ફટકારી છે.
પાકિસ્તાનના 253 રનોનું લક્ષ્ય ચૅઝ કરતા, કુસલ મેન્ડિસ અને સદીરા સમરવિક્રમાએ ત્રીજી વિકેટ માટે 100 રનોની શાનદાર ભાગીદારી કરી હતી.

3 – પિચ અને મોસમ અનુસારની અંતિમ ઇલેવન

ઇમેજ સ્રોત, ANI
ટૉપ ઑર્ડરમાં છેડછાડની જરૂર નથી.બોલરોમાં બદલાવની જરૂર છે કેમ કે બાંગ્લાદેશ વિરુદ્ધ ગત મૅચમાં એખ સાહસિક ઇનિંગ દરમિયાન અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થયા હતા અને ટુર્નામેન્ટથી બહાર થઈ ચૂક્યા છે.
સવાલ એ છે કે શાર્દુલ ઠાકુર અથવા વૉશિંગ્ટન સુંદર કોણ હશે ભારતના આઠમા ક્રમે?
આ એશિયા કપમાં ઝાકળની પ્રમાણ ઓછું હોવાથી સ્પિનરો છવાઈ ગયા છે.
પાંચ મૅચોમાં સ્પિનરોએ 48.7 ટકા વિકેટો લીધી છે. પ્રેમદાસામાં ઑફ સ્પિનરે 18.5 ટકા વિકેટો લીધી છે.
ડાબોડી ઑર્થોડોક્સ સ્પિનર સૌથી કિફાયતી પુરાવાર થયા છે. જેમણે પ્રતિ ઑવર માત્ર 4.3 રન આપ્યા છે.
એવામાં સ્પષ્ટ છે કે ડાબા હાથના બેટ્સમેન વિરુદ્ધ પોતાના ઑફ-બ્રેક સાથે વૉશિંગ્ટન સુંદર શ્રેષ્ઠ વિકલ્પ છે.
પરંતુ વૉશિંગ્ટને શુક્રવારે બેંગ્લુરુથી ઉડાણ ભરી અને શાર્દુલ તમામ સમય શ્રીલંકામાં રહ્યા અને બોલિંગમાં સારું યોગદાન કર્યું.
મૅચના દિવસે ભારતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે.

4 – નીચલા ક્રમે આપવું પડશે યોગદાન

ઇમેજ સ્રોત, ANI
ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેટિંગમાં સારું પરફૉર્મન્સ નથી આપી રહ્યા. જાડેજાએ આ એશિયા કપમાં 53 બોલ પર 8.3ની સરેરાશથી માત્ર 25 રન બનાવ્યા છે.
સ્પિન બોલરની સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. તેમણે માત્ર 6 વિકેટ જ લીધી છે. આમ બોલિંગમાં પણ નબળું પ્રદર્શન છે.
તેમનું ફૉર્મમાં ન હોવું ચિંતાજનક છે. 2021 બાદ આ ઑલરાઉન્ડરે આ એશિયા કપ પહેલા 9 વનડે રમી હતી.
તેમાં તેમણે 37.3ની સરેરાશ તથા સ્ટ્રાઇક રેટ 59.8નું પરફૉર્મ કર્યું હતું.

5 – કુલદીપ યાદવ ઍક્સ-ફૅક્ટર

ઇમેજ સ્રોત, ANI
કાંડાથી સ્પિન કરતા કુલદીપ યાદવ કારકિર્દીના શ્રેષ્ઠ સમયમાં ચાલી રહ્યા છે. એશિયા કપમાં 4 મૅચોમાં 9 વિકેટ લઈ ચૂક્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ 25 રન આપીને 5 અને શ્રીલંકા વિરુદ્ધ 43 રન આપીને 4 વિકેટ લીધી હતી.
શ્રીલંકા વિરુદ્ધ 10 મૅચોમાં 18 વિકેટ લઈને તેમની સરેરાશ 21.3 છે. સ્પષ્ટ છે કે શ્રીલંકાના બેટ્સમેનોએ તેને પાર પાડવાનો માર્ગ શોધવો પડશે.
બંને ટીમો અલગ-અલગ મિશન સાથે ફાઈનલમાં છે. ભારતમાં 2018માં એશિયા કપ જીત્યા બાદ મલ્ટી ટીમ ટ્રૉફી નથી જીતી. ટીમની સામે આ મહેંણુ ભાંગવાનો પડકાર છે.
જ્યારે શ્રીલંકા વિશ્વને એ બતાવવામ ગે છે કે ભલે તે ક્વૉલિફાયર રમીને વિશ્વકપમાં પહોંચી છે પરંતુ તે બાજી પલ્ટી શકે છે.
એક રોમાંચર ફાઇનલ થાય એના માટે મોસમ પણ સાફ રહેવું જરૂરી છે. ગત સપ્તાહે મોટાભાગના દિવસો વરસાદથી પ્રભાવિત રહ્યા છે.
મોસમ વિભાગે બપોરે વરસાદની ચેતવણી આપી હતી કે ફાઇનલ માટે એક રિઝર્વ્ડ ડે રાખવામાં આવે. પ્રેમદાસા ગ્રાઉન્ડ વરસાદ પછી તરત જ રમત માટે તૈયાર થઈ જાય છે. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા બંને સફળ ટીમો છે, અને અનુક્રમે 7 અને 6 વખત ખિતાબ જીતી ચૂકી છે.
























