અમૃતપાલ સિંહઃ બીબીસી પંજાબીનું ટ્વિટર એકાઉન્ટ કલાકો સુધી બ્લૉક રહ્યા બાદ બહાલ થયું

બીબીસી પંજાબી

ઇમેજ સ્રોત, TWITTER

પ્રકાશિત

'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધની પોલીસ કાર્યવાહી પછી જે ટ્વિટર એકાઉન્ટ્સ બ્લૉક કરવામાં આવી રહ્યાં છે તેમાં હવે બીબીસી પંજાબીનો પણ સમાવેશ થઈ ગયો છે, જોકે હવે આ એકાઉન્ટ બહાલ કરી દેવામાં આવ્યું છે.

ટેકનિકલ ભાષામાં આ પ્રક્રિયાને ‘એકાઉન્ટ ફ્રીઝિંગ’ કહેવામાં આવે છે. બીબીસી ન્યૂઝ પંજાબીના એકાઉન્ટ પર ક્લિક કરવાથી ત્યાં ‘એકાઉન્ટ વિથહેલ્ડ’ એવું લખેલું જોવા મળી રહ્યું હતું.

બીબીસીએ ભારત સરકારને એક ઈમેલ મોકલીને બીબીસી પંજાબીનું ટ્વિટર એકાઉન્ટ બ્લૉક કરવાની કાર્યવાહી બાબતે માહિતી માગી હતી. આ મામલે સરકાર તરફથી જાણકારી આપી છે. સરકારે જણાવ્યું છે, " મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેકનૉલૉજીએ બીબીસી પંજાબીના એકાઉન્ટને બ્લૉક કરવાનો કોઈ નિર્દેશ નથી આપ્યો."

"મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા માટે ટ્વિટરને તમારી ફરિયાદ/મેઇલ મોકલી આપ્યાં છે. તમે ટ્વિટરનો સીધો સંપર્ક પણ સાધી શકો છો. જો તમે ટ્વિટરના જવાબથી સંતુષ્ઠ ના હો તો https://gac.gov.inનો સંપર્ક કરી શકો છો."

અમૃતપાલ સિંહ અને તેમના સાથીઓ વિરુદ્ધની પોલીસ કાર્યવાહી 18 માર્ચથી શરૂ થઈ હતી. તેના બીજા જ દિવસથી પંજાબ સાથે જોડાયેલા અનેક પત્રકારો, લેખકો, વિશ્લેષકો અને સામાજિક કાર્યકરોનાં ટ્વિટર એકાઉન્ટ્સ બ્લૉક કરવામાં આવી રહ્યાં છે.

બીબીસી ગુજરાતી

ટ્વિટર એકાઉન્ટ સામે મોટી કાર્યવાહી

ટ્વિટર

ઇમેજ સ્રોત, TWITTER

ચંદીગઢસ્થિત પંજાબ સમર્થક ડિજિટલ મીડિયા સંગઠન માટે કામ કરતા ગગનદીપ સિંહનું એકાઉન્ટ 19 માર્ચે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

બીબીસીના પત્રકાર અર્શદીપકોર સાથે વાત કરતાં ગગનદીપ સિંહે કહ્યું હતું કે “મારું ટ્વિટર એકાઉન્ટ 19 માર્ચે બંધ કરી દેવાયું હતું. ટ્વિટરે શૅર કરેલી માહિતી મુજબ, આ માટે ભારત સરકારે ટ્વિટરને વિનંતી કરી હતી.”

ગગનદીપ સિંહે ઉમેર્યું હતું કે “મેં 18 માર્ચે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર અગાઉથી વાયરલ થયેલો હતો. તેમાં અમૃતપાલ સિંહ અને તેના સાથી એક કારમાં બેઠેલા જોવા મળે છે. એ વીડિયો 18 માર્ચનો હતો.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગગનદીપ સિંહની માફક અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો માટે સ્વતંત્ર પત્રકાર તરીકે કામ કરતા સંદીપ સિંહનું ટ્વિટર એકાઉન્ટ પણ બ્લૉક કરી દેવાયું છે.

બીબીસીના પત્રકાર અવતાર સિંહ સાથે વાત કરતાં સંદીપ સિંહે કહ્યું હતું કે “20 માર્ચે હું અન્ય બે પત્રકારના બ્લૉક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ટ્વીટ કરી રહ્યો હતો. સાંજે કોઈએ મને ફોન કરીને જણાવ્યું હતું કે મારું એકાઉન્ટ પણ બ્લૉક કરવામાં આવ્યું છે.”

સંદીપ સિંહે ઉમેર્યું હતું કે “અમૃતપાસ સિંહ અને તેમના સાથીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ એ દિવસથી જ અમે માહિતી શૅર કરી રહ્યા હતા. હું તો ટીવી પર આવતા સમાચાર જ શૅર કરતો હતો. કોઈ વિશેષ માહિતી ન હતી.”

તેમના કહેવા મુજબ, “વાસ્તવમાં સરકારની મરજી મુજબ કામ કરતા સમાચાર સંગઠનોને છૂટ્ટો દૌર આપવામાં આવ્યો છે, પરંતુ જેઓ અલગ-અલગ માહિતી લાવે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

એક પત્રકારે પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે બીબીસી પંજાબી સાથે 75 એકાઉન્ટની એક યાદી શૅર કરી હતી. તેમાં જણાવ્યા મુજબ, ભારત સરકારે આ 75 એકાઉન્ટ બ્લૉક કરવા વિનંતી કરી હતી.

જોકે, બીબીસી આ સમાચારની પુષ્ટિ કરતું નથી.

બીબીસી ગુજરાતી

અમૃતપાલ સિંહ કોણ છે?

અમૃતપાલ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ છે. પોતાનું લક્ષ્ય શીખો માટે એક સ્વાયત ખાલિસ્તાન રાજ્ય બનાવવાનું હોવાનું તેઓ જણાવે છે.

વર્ષો સુધી દુબઈમાં રહ્યા બાદ ગત સપ્ટેમ્બરમાં તેઓ પંજાબ પાછા ફર્યા હતા અને અમૃત સંચાર તથા નશામુક્તિ આંદોલનના નામે તેમણે યુવાનોને પોતાની સાથે જોડવાનું શરૂ કર્યું હતું.

જોકે, વિવાદિત ભાષણો, દરગાહોમાંની બેંચને આગ ચાંપવાને તથા અજનાલા પોલીસથાણા સામે હિંસાને કારણ તેઓ વિવાદમાં રહ્યા છે.

પોલીસ ગત શનિવારથી તેમનો પીછો કરી રહી છે અને પંજાબમાંના તેમને ટેકેદારોની મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે.

બીબીસી ગુજરાતી

બીબીસી પંજાબીના એકાઉન્ટ પર પ્રતિબંધ

ટ્વિટર

ઇમેજ સ્રોત, TWITTER

બીબીસી ન્યૂઝ પંજાબીનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં બ્લૉક કરવામાં આવ્યું છે. ટ્વિટરે એક ઈમેલ મારફત આ જાણકારી શૅર કરી હતી.

ટ્વિટરે ઈમેલમાં જણાવ્યું છે કે “પારદર્શકતાના હેતુસર અમે તમને લેખિત સ્વરૂપે જણાવીએ છીએ કે તમારા ટ્વિટર એકાઉન્ટને હટાવવાની માગ ભારત સરકારે કાયદાકીય રીતે કરી છે.”

ટ્વિટરે બીબીસી પંજાબીના બે સમાચાર શૅર કરતાં જણાવ્યું છે કે તેને ભારતના ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી ઍક્ટ-2000નું ઉલ્લંઘન ગણવામાં આવે છે.

ટ્વિટરના જણાવ્યા મુજબ, ભારતનો આ કાયદો ટ્વિટરને ભારતમાં આ કન્ટેન્ટ બ્લૉક કરવા માટે બંધનકર્તા છે. આ કન્ટેન્ટ અન્ય જગ્યાએ ઉપલબ્ધ રહેશે.

ટ્વિટરે એમ પણ જણાવ્યું હતું કે ‘તેઓ આ સંબંધે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે અને તમારા એકાઉન્ટની સ્થિતિમાં કોઈ ફેરફાર થશે તો તેની જાણ કરવામાં આવશે.’

અમૃતપાલ સિંહ વિરુદ્ધની કાર્યવાહી શરૂ થયા પછી પંજાબમાં અનેક પત્રકારોને ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવાયાં છે. પંજાબ પોલીસના જણાવ્યા મુજબ, અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે.

બીબીસી ગુજરાતી

કોનાં એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યાં છે?

ટ્વિટરના હેલ્પ સેન્ટરના જણાવ્યા મુજબ, “મોટા ભાગના દેશોમાં ટ્વિટર એકાઉન્ટના કન્ટેન્ટ તથા ટ્વીટ્સ બાબતે કેટલાક નિયમો છે. અમને કોઈ એકાઉન્ટ કે કન્ટેન્ટ બાબતે સત્તાવાર ફરિયાદ કરવામાં આવે છે ત્યારે એ એકાઉન્ટ બ્લૉક કરવામાં આવે છે. આ કાર્યવાહી જે સરકારે ફરિયાદ કરી હોય એવા દેશ કે રાજ્ય સુધી જ મર્યાદિત હોય છે.”

ટ્વિટરના કહેવા મુજબ, “અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે પારદર્શકતા જરૂરી છે. તેથી બ્લૉક કરવામાં આવેલી સામગ્રી કે એકાઉન્ટ માટે નોટિસ-નીતિ પણ છે. અમને એકાઉન્ટ બ્લૉક કરવાની ફરિયાદ મળે ત્યારે અમે ઉપયોગકર્તાને સૂચિત કરીએ છીએ. (અદાલતના આદેશ મુજબ સૂચિત કરી શકાતા નથી)”

બીબીસી ગુજરાતી

બીબીસી ન્યૂઝ પંજાબીનું એકાઉન્ટ સસ્પેન્ડ થવા બાબતે કોણે, શું કહ્યું?

ટ્વિટર

ઇમેજ સ્રોત, TWITTER

બીબીસી ન્યૂઝ પંજાબીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ અનેક લોકોએ ટ્વિટર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

પત્રકાર આદિત્યરાજ કૌલે લખ્યું હતું કે “પંજાબમાં કાયદો અને વ્યવસ્થા તથા ભારત-વિરોધી પ્રચારને કારણે બીબીસી ન્યૂઝ પંજાબીનું ટ્વિટર એકાઉન્ટ બ્લૉક કરવામાં આવ્યું છે.”

વરિષ્ઠ પત્રકાર હરતોષસિંહ બલે લખ્યું હતું કે “પારદર્શકતાનો ડર તાનાશાહીની મૂર્ખતા છે.” એ સિવાય અનેક મીડિયા સંસ્થાઓ તથા પત્રકારો પણ આ કામગીરીની માહિતી શૅર કરી રહ્યા છે.

ટ્વિટર

ઇમેજ સ્રોત, TWITTER

ટ્વિટર

ઇમેજ સ્રોત, TWITTER

ટ્વિટર

ઇમેજ સ્રોત, TWITTER

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી