અરબ સાગરમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કોઈ અસર થશે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
અરબ સાગરમાં સર્જાશે વાવાઝોડું, ગુજરાતને કોઈ અસર થશે?
પ્રકાશિત

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં હાલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપમાં છે અને આગામી 12 કલાકમાં આ સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતા છે.

ભારતની પાસે આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં અને ચોમાસું પૂરું થાય તે બાદ સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે. અરબી સમુદ્રમાં બનનારું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું હશે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ વાવાઝોડું આગળ વધીને 24 કલાકમાં ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે વાવાઝોડું બન્યા બાદ પણ તે વધારે મજબૂત બનશે.

ગુજરાતમાં તેની અસર થવાની શક્યતા છે?

જો અસર થશે તો કયા જિલ્લામાં અસર થશે?

વધુ જુઓ આ વીડિયોમાં...

ગુજરાત, વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન