You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પ્રાણીઓને નવડાવે, પણ અમને પાણી પીવા નથી દેતા', દલિતોનો ભેદભાવનો આરોપ
પાણી, ગરમી અને જાતિ. ઉત્તર પ્રદેશમાં દલિત સમુદાયોને પાણી મામલે પણ જાતિગત ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે.
દલિતોનો આરોપ છે કે "અમારે તરસ છીપાવવા માટે પાણીની જરૂર હોય છે. અમે પાણી લેવા લઈએ છીએ, પણ ગાળો ખાઈને આવીએ છીએ. અમને માર મારે છે."
દલિતોનું કહેવું છે કે "હેન્ડપંપ પર તેઓ તેમનાં પ્રાણીઓ નવડાવે છે. પણ અમારી તાકત નથી કે ત્યાંથી એક પાણી ડોલ પણ લાવી શકે છે."
દલિતોનો એવો પણ આરોપ છે કે પાણી ભરવા મુદ્દે તેમને જાતિસૂચક ગાળો આપવામાં આવે છે. જોકે ઠાકુર સમાજના લોકોનું કહેવું છે કે "અહીં એવું કશું નથી. અમે બધા હળીમળીને રહીએ છીએ. કોઈને કંઈ સમસ્યા નથી."
દલિત મહિલાઓનું કહેવું છે કે જ્યારે પાણી ભરવા જઈએ ત્યારે તેમની પર હુમલા થાય છે. કેટલાક કિસ્સામાં દલિતો પર થયેલા હુમલા બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
મહિલાઓનું કહેવું છે કે આખા ગામમાં ભેદભાવ જોવા મળે છે. દલિત આગેવાનોનું કહેવું છે કે આટલાં વર્ષો પછી પણ દલિતોને ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે.
તો જાલૌનના જિલ્લા અધિકારી રાજેશકુમાર પાંડેયનું કહેવું છે કે "આ કોરી કલ્પના છે. આવી કોઈ સમસ્યા નથી. તમને કોઈ ખોટી માહિતી આપી છે. અહીં કોઈ ભેદભાવ નથી."
અહીં ગામોમાં પાણીના જળસ્તર પણ નીચે ગયા છે. પાણીનું સંકટ પણ વર્ષો જૂની સમસ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન