You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં બદલાશે વરસાદની પૅટર્ન, હવે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં આખા રાજ્યના જિલ્લામાં સામાન્યથી અતિભારે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બની છે અને લૉ-પ્રેશર એરિયા હતો એમાંથી ડિપ્રેશન બની ગયું છે અને મધ્ય ભારત તરફ આ સિસ્ટમ આવી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે.
જૂનાગઢના માંગરોળમાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું.
તો આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં ભારે તો, ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું સક્રિય હતું અને ઉત્તરના વિસ્તારોમાં સામાન્ય રહ્યું હતું.
બીજી બાજુ મુંબઈમાં સતત પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન