ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ 16માનું 95 વર્ષની વયે નિધન

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ 16માનું વેટિકન ખાતે તેમના નિવાસસ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે.
નોંધનીય છે કે દસ વર્ષ પહેલાં તેમણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લીધે પદ ત્યાગ્યું હતું.
તેમણે કૅથલિક ચર્ચનું વડપણ આઠ વર્ષ સુધી કર્યું હતું. વર્ષ 2013માં તેઓ ઈસવીસન 1415માં ગ્રેગરી 12 પછી નિવૃત્તિ લેનાર પ્રથમ પોપ હતા.
તેમણે તેમનાં અંતિમ વર્ષો વેટિકનમાં મૅટર એક્લેસી મોનેસ્ટરીમાં પસાર કર્યા હતા.
તેમના અનુગામી પોપ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે તેઓ તેમની અવારનવાર મુલાકાત લેતા હતા.
પોપ પાછલા ઘણા સમયથી બીમાર હતા પરંતુ વેટિકન દ્વારા અપાયેલ માહિતી અનુસાર કહેવાયું છે કે વધતી ઉંમરને કારણે સ્થિતિ ગંભીર બની હતી.
બુધવારે વેટિકનમાં પોપ ફ્રાન્સિસે આ વર્ષના અંતિમ જાહેર સંબોધનમાં ‘પોપ એમિરટસ બેનેડિક્ટ માટે ખાસ પ્રાર્થના કરવાની’ અપીલ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીમાં જોસેફ ટઝિન્જર તરીકે જન્મેલ બેનેટિક્ટ વર્ષ 2005માં પોપ બન્યા ત્યારે તેઓ 78 વર્ષના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ પોપ બન્યા ત્યારે આ પદ મેળવનાર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ હતા.
તેમના કાર્યકાળ દરમિયાન કૅથલિક ચર્ચે આક્ષેપો, કાયદાકીય દાવા અને પાદરીઓ દ્વારા વર્ષો સુધી બાળકોના યૌનશોષણના ઑફિશિયલ રિપોર્ટો આવતા રહ્યા.
આ વર્ષની શરૂઆતમાં ભૂતપૂર્વ પોપે એ વાત સ્વીકારી હતી કે જ્યારે તેઓ મ્યુનિકમાં 1977થી 1982માં આર્કબિશપ હતા ત્યારે શોષણ અંગેના મામલા જોવામાં ભૂલો થઈ હતી.
























