મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત તરફથી હરમનપ્રીતકોરના સુકાનીપદ હેઠળ ટીમ ખિતાબનો દાવો કરવા મેદાને ઊતરશે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 11 મિનિટ

ટી20 મહિલા વિશ્વકપ શરૂ થઈ ગયો છે. આ વખતે ઇંગ્લૅન્ડ તેનું આયોજન કરી રહ્યું છે.

ભારત તરફથી હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ટીમ ટ્રૉફીની દાવેદારી કરવા માટે મેદાને ઊતરશે.

ભારત પાસે 2025ના વન-ડે વર્લ્ડકપની જીતથી મળેલો ઉત્સાહ હશે, પરંતુ તેને ઑસ્ટ્રેલિયા જેવી ટીમની હરીફાઈ કરવી પડશે, જે અત્યાર સુધી છ વખત આ ટ્રૉફી પોતાના નામે કરી ચૂકી છે.

આ વખતે આ સ્પર્ધામાં 12 ટીમો સામેલ છે. તેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, પાકિસ્તાન, આયર્લૅન્ડ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ નેધરલૅન્ડ્સ અને ભારતનો સમાવેશ થાય છે.

ચાલો, તમને જણાવીએ કે ભારત તરફથી કયાં કયાં ખેલાડીઓ આ વિશ્વકપ દરમિયાન મેદાનમાં ઊતરવાનાં છે?

હરમનપ્રીતકોર (કૅપ્ટન)

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026  ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Barrington Coombs-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, હરમનપ્રીતકોરની કપ્તાનીમાં ભારતે 2025નો મહિલા વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો.

હરમનપ્રીતકોર ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન છે. તેઓ એક શક્તિશાળી મિડલ-ઑર્ડર બેટર છે.

છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી તેઓ ભારતને મહિલા ક્રિકેટમાં વૈશ્વિક શક્તિ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

પંજાબમાં જન્મેલાં હરમનપ્રીત ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં છે. તેઓ એક શીખ પરિવારમાં જન્મ્યાં, જેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ પોતાના મહોલ્લાના મેદાનમાં, છોકરાઓની સાથે, હૉકી સ્ટિકથી પહેલી વખત ક્રિકેટ રમ્યાં હતાં.

બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હરમનપ્રીતકોરે કહ્યું હતું કે તેઓ ઑલરાઉન્ડર બનવા માગતાં હતાં, કેમ કે ગલી ક્રિકેટમાં ઑલરાઉન્ડર્સને રમવા માટે વધુ તકો મળે છે.

તેમણે પોતાનાં બેટ્સ સાથે ખાસ સંબંધ અંગે પણ જણાવ્યું હતું.

હરમનપ્રીતકોરે બીબીસીને કહ્યું હતું, "પહેલાં બેટની ક્વૉલિટી આટલી સારી નહોતી, છતાં પણ મને મારાં બેટ્સ ખૂબ જ ગમતાં હતાં. હું તેની સાથે રમતી હતી, તેની સારસંભાળ રાખતી હતી, તેની સાથે વાતો કરતી હતી. હું સતત મારા બેટની સાથે વાતો કરતી રહી છું અને જ્યારે પણ રૂમમાં ફ્રી હોઉં છું તો કામ કરતા સમયે બેટ હાથમાં રાખું છું."

તેમણે 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું અને ધીમે-ધીમે પોતાને એવા મૅચ-વિનર તરીકે સ્થાપિત કર્યાં જે એકલા હાથે રમતની બાજી પલટી શકે છે.

આજે તેઓ ભારતનાં કૅપ્ટન છે અને ક્રિકેટનાં તમામ સ્વરૂપમાં ટીમનું નેતૃત્વ કરે છે.

2025ના વન-ડે વર્લ્ડ કપમાં હરમનપ્રીતકોરે ભારતીય મહિલા ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડકપ જીત્યો.

વીડિયો કૅપ્શન, મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ: વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે?

સ્મૃતિ મંધાના

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Harry Trump/Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ટીમનાં વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના ટીમનાં સૌથી વિશ્વાસુ ખેલાડીઓમાંનાં એક છે

સ્મૃતિ મંધાના ડાબોડી ઓપનિંગ બેટર છે. ભારતીય ટીમનાં વાઇસ કૅપ્ટન તરીકે તેઓ ટીમમાં સૌથી ભરોસોપાત્ર ખેલાડીઓમાં ગણાય છે.

મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં જન્મેલાં સ્મૃતિને ક્રિકેટ રમવાની પ્રેરણા તેમના પિતા અને ભાઈ તરફથી મળી. તેઓ બંને જિલ્લા સ્તરે રમતા હતા.

2013માં અંડર-19 ઝોનલ ટુર્નામેન્ટમાં રમતાં તેઓ પહેલા ભારતીય મહિલા ખેલાડી બન્યાં, જેમણે લિસ્ટ-A મૅચમાં બેવડી સદી ફટકારી.

તેમને 'આઇસીસી મહિલા ક્રિકેટર ઑફ ધ યર'નું સન્માન પણ બે વખત મળ્યું, 2018 અને 2021માં. 2019માં ભારત સરકારે તેમને પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કારથી સન્માનિત કર્યાં.

ગયા વર્ષે ડિસેમ્બરમાં એક કાર્યક્રમમાં સ્મૃતિએ કહ્યું હતું, "જ્યારે તમે ભારતીય જર્સી પહેરીને મેદાનમાં ઊતરો છો, ત્યારે મગજમાં બીજું કશું નથી આવતું, સિવાય કે દેશને માટે રમવાનું અને મૅચ જીતવાનું."

તેમણે વન-ડે અને ટી20 બંનેમાં ઘણા રન કર્યા છે અને ઘણી આંતરરાષ્ટ્રીય સદી કરી છે. તેઓ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે જેમણે આંતરરાષ્ટ્રીય મૅચોમાં ક્રિકેટના ત્રણે સ્વરૂપમાં સદી ફટકારી છે.

2024માં તેમણે 1,656 રન બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો બેલિન્ડા ક્લાર્કનો 28 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો.

તેમની સફળતાએ મહિલા ક્રિકેટ જોવાનું આકર્ષણ વધાર્યું છે અને રમતમાં નવા દર્શકોને આકર્ષ્યા છે.

જ્યારે સ્મૃતિને પૂછવામાં આવ્યું કે ક્રિકેટે તેમને જીવનમાં શું શીખવ્યું, તો તેમણે કહ્યું, "ક્રિકેટે મને શિખવાડ્યું કે દરેક ઇનિંગ શૂન્યથી શરૂ થાય છે. ખરાબ દિવસો પણ આવે છે અને સારા દિવસો પણ, પરંતુ તમારે સતત પોતાને ચઢિયાતા બનાવતાં રહેવું પડે છે."

શેફાલી વર્મા

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026  ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andy Kearns/Getty Images

ઇમેજ કૅપ્શન, શેફાલી વર્મા મહિલા ક્રિકેટનાં સૌથી વિસ્ફોટક બૅટરમાંનાં એક છે.

શેફાલી વર્મા મહિલા ક્રિકેટનાં સૌથી વિસ્ફોટક બેટરો પૈકીનાં એક છે.

તેમણે કિશોરાવસ્થામાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું અને ટૂંક સમયમાં જ પોતાના નિર્ભય અંદાજ અને આક્રમક સ્ટ્રોક પ્લે માટે પ્રખ્યાત થઈ ગયાં.

જોકે 2024માં વન-ડેમાં તેમનું પ્રદર્શન કંઈ ખાસ ન રહ્યું અને તેમને 2025 વન-ડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાંથી બાકાત કરી દેવામાં આવ્યાં.

પરંતુ જ્યારે તેમની જગ્યાએ રમનાર ખેલાડી પ્રતીકા રાવલ સેમિફાઇનલની બરાબર પહેલાં ઘાયલ થઈ ગયાં એટલે શેફાલીને ફરીથી તક મળી.

તેમણે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ફાઇનલમાં 87 રન બનાવીને અને બે વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બની ગયાં.

જૅમિમા રૉડ્રિગ્સ

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Harry Trump/Getty Images

ઇમેજ કૅપ્શન, જૅમિમાને વન-ડેના ઓપનિંગના બદલે મધ્યક્રમમાં વધારે સફળતા મળી છે

જ્યારે જૅમિમા રૉડ્રિગ્સ લગભગ 11 વર્ષનાં હતાં, તેમના પિતાએ તેમને પૂછ્યું, "તું ક્રિકેટ રમીશ કે હૉકી?"

આ સવાલ સાંભળીને જૅમિમાની આંખોમાં આંસુ આવી ગયાં. તે બંને રમતનાં શાનદાર ખેલાડી હતાં, પરંતુ તેમણે ક્રિકેટ પસંદ કર્યું.

2018ની શરૂઆતમાં તેમણે સિનિયર સ્તરે એન્ટ્રી લીધી. જોકે તેમનો અનુભવ ઓપનર તરીકેનો હતો, પરંતુ વન-ડેમાં તેમને મધ્યક્રમમાં વધુ સફળતા મળી.

આગામી વન-ડે વર્લ્ડ કપ માટે તેમની ટીમમાં પસંદગી થઈ પરંતુ વચ્ચેથી બાકાત કરી દેવાયાં.

પછી શાનદાર રીતે પાછાં આવીને તેમણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમિફાઇનલમાં 134 બૉલમાં નોટ આઉટ 127 રન બનાવ્યા.

તેમના આ યોગદાનથી ભારતે મહિલા વન-ડે ઇતિહાસનું સૌથી મોટું લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું – 339 રનનો પીછો કરીને જીત નોંધાવી.

દીપ્તિ શર્મા

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Darrian Traynor/Getty Images

ઇમેજ કૅપ્શન, વિકેટ લીધા પછી કૅપ્ટન હરમનપ્રીતકોર સાથે ઉજવણી કરતાં દીપ્તિ શર્મા

ડાબોડી બેટર અને રાઇટ-આર્મ્ડ ઑફ-સ્પિનર દીપ્તિ શર્માએ 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું.

ઉત્તર પ્રદેશનાં નિવાસી દીપ્તિ 2016માં સમાચારોમાં ચમક્યાં, જ્યારે તેમણે શ્રીલંકા સામેની મૅચમાં 20 રન આપીને છ વિકેટ ખેરવી દીધી અને વન-ડે ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર સૌથી ઓછી ઉંમરનાં ભારતીય મહિલા ખેલાડી બન્યાં.

વર્લ્ડ ક્લાસ સ્પિનર ગણાતાં દીપ્તિએ પોતાની બેટિંગને ઉત્તમ બનાવવા માટે પણ ખૂબ જ આકરી મહેનત કરી છે, જેનાથી તેઓ ભારતીય ટીમનાં એક મૂલ્યવાન ઑલરાઉન્ડર બની ગયાં છે.

ઋચા ઘોષ

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, David Rogers/Getty Images

ઇમેજ કૅપ્શન, ઋચા ઘોષ એક ફિનિશર છે, તેઓ વિકેટકીપિંગ પણ કરે છે

ઋચા ઘોષે મહિલા ક્રિકેટમાં પોતાને સૌથી વિસ્ફોટક બેટરમાંનાં એક તરીકે સ્થાપ્યાં છે. તેઓ એક ફિનિશર છે, જે વિકેટકીપિંગ પણ કરે છે.

ઋચાની આંતરરાષ્ટ્રીય કૅરિયર 2020 મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સામેલ થવા સાથે શરૂ થઈ.

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જન્મેલાં ઋચાની ટેસ્ટ કૅરિયર શાનદાર રહી.

2023માં ઑસ્ટ્રેલિયા સામે ઘરેલુ જીતમાં તેમણે અડધી સદી કરી અને ત્યાર પછીના વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 86 રન ઉમેર્યા.

2025 વર્લ્ડકપમાં તેમણે ફરી દક્ષિણ આફ્રિકા સામે પ્રતિભા બતાવી – લીગ મૅચમાં 94 રન બનાવ્યા અને ફાઇનલમાં 24 બૉલમાં 34 રન બનાવીને ભારતને 298 રન સુધી પહોંચાડવામાં મદદ કરી.

યાસ્તિકા ભાટિયા

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andy Kearns/Getty Images

ઇમેજ કૅપ્શન, યાસ્તિકા ભાટિયા ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં વિકેટકીપર–બેટર છે

યાસ્તિકા ભાટિયા ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં વિકેટકીપર–બેટર છે. તેઓ ડાબોડી છે.

તેમણે 2021-22માં ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણે આંતરરાષ્ટ્રીય સ્વરૂપોમાં ડૅબ્યૂ કર્યું અને તરત જ પ્રભાવ પાડ્યો.

2022 વન-ડે વર્લ્ડ કપમાં યાસ્તિકાએ બે અર્ધ સદી બનાવી. એ જ વર્ષે તેઓ કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં તાનિયા ભાટિયાની જગ્યાએ કંકશન સબસ્ટિટ્યૂટ તરીકે રમ્યાં.

જોકે, ઘૂંટણમાં ઈજા થઈ હોવાના કારણે તેઓ 2025 આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયાં હતાં.

રેણુકાસિંહ

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bradley Kanaris/Getty Images

ઇમેજ કૅપ્શન, રેણુકાસિંહ ભારતના બૉલિંગ આક્રમણના લીડર્સ પૈકીનાં એક ગણાય છે

રેણુકાસિંહ ઠાકુરે પોતાના ગામની ગલીઓમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

પછીથી તેમણે હિમાચલ પ્રદેશ ક્રિકેટ ઍસોસિએશનની ધર્મશાલા સ્થિત રૅસિડેન્શિયલ ઍકેડમીમાં પ્રવેશ મેળવ્યો, જે ભારતમાં મહિલા ક્રિકેટરો માટે શરૂઆતની રૅસિડેન્શિયલ સુવિધાઓમાંની એક હતી.

ડિસેમ્બર 2023માં ટેસ્ટમાં એન્ટ્રીની સાથે રેણુકા ભારતનાં ઑલ ફૉર્મેટ ખેલાડી બની ગયાં.

સમયની સાથે તેમણે પોતાને ભારતના બૉલિંગ આક્રમણનાં લીડર્સમાં સ્થાપી દીધાં અને 2025માં આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર ઐતિહાસિક ભારતીય ટીમનો ભાગ પણ રહ્યાં.

અરુંધતિ રેડ્ડી

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andy Kearns/Getty Images

ઇમેજ કૅપ્શન, અરુંધતિ રેડ્ડી ભારતની ટી20 ટીમનાં નિયમિત સભ્ય છે

અરુંધતિ રેડ્ડી તેલંગાણાનાં ઑલરાઉન્ડર છે. તેઓ ફાસ્ટ બૉલિંગ કરે છે.

તેઓ રાઇટ-આર્મ્ડ મીડિયમ-ફાસ્ટ બૉલર અને જમણેરી બેટર છે. તેઓ ટીમ માટે મહત્ત્વની વિકેટ લેવા અને ઉપયોગી રન બનાવવાની ક્ષમતા માટે જાણીતાં છે.

રેડ્ડીએ 2018માં ભારત માટે ડૅબ્યૂ કર્યું અને 2018, 2020 અને 2024 મહિલા ટી20 વર્લ્ડકપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું.

સમયની સાથે તેઓ ભારતની ટી20 ટીમનાં નિયમિત સભ્ય બની ગયાં.

તેઓ 2025માં દેશનો પહેલો આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ખિતાબ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતાં.

આ તેમની કૅરિયરની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક છે.

શ્રેયંકા પાટિલ

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Jack Thomas-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રેયંકા પાટિલ ભારતીય મહિલા ક્રિકેટનાં યુવા ઑલરાઉન્ડર્સમાંનાં એક છે

શ્રેયંકા પાટિલે ખૂબ ઝડપથી પોતાને ભારતીય મહિલા ક્રિકેટનાં સૌથી રોમાંચક યુવા ઑલરાઉન્ડર્સમાં સ્થાપી દીધાં છે.

કર્ણાટકના બૅંગ્લુરુનાં શ્રેયંકાએ 2023 એસીસી મહિલા ઇમર્જિંગ ટીમ્સ કપમાં મોટો પ્રભાવ પાડ્યો.

તેમાં ભારત એ માટે નવ વિકેટ લઈને તેઓ ટુર્નામેન્ટની સૌથી વધુ વિકેટ લેનાર બૉલર બન્યાં અને 'પ્લેયર ઑફ ધ સિરીઝ' તરીકે પસંદ થયાં.

ભારતી શ્રીકૃષ્ણ ફુલમાલી

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Abhishek Chinnappa/Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતી ફુલમાલી મહારાષ્ટ્રના અમરાવતીનાં રાઇટ-આર્મ્ડ મિડલ-ઑર્ડર બેટર છે.

તેમણે 2019માં ગુવાહાટીમાં ભારત વિ. ઇંગ્લૅન્ડ મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મૅચમાં ડૅબ્યૂ કર્યું.

આ દરમિયાન તેઓ માત્ર થોડીક જ આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યાં.

ત્યાર પછી ઘણાં વરસો સુધી રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રહ્યાં, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રદર્શન કરતાં રહ્યાં.

તેમની તાજેતરની પસંદગી તેમના આંતરરાષ્ટ્રીય ડૅબ્યૂનાં લગભગ સાત વર્ષ પછી અને ભારતીય ટીમમાંથી લાંબા સમય સુધી બહાર રહ્યા પછી વાપસીના સંકેત મળી રહ્યા છે.

શ્રીચરણી

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીચરણી ભારતીય મહિલા ક્રિકેટની યુવા સ્પિન બૉલર પ્રતિભાઓમાંનાં એક છે

શ્રીચરણી ભારતીય મહિલા ક્રિકેટની સૌથી રોમાંચક યુવા સ્પિન બૉલર પ્રતિભાઓમાંનાં એક બનીને ઊભર્યાં છે.

આંધ્રપ્રદેશનાં ડાબોડી સ્પિનર ચરણીએ ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી ઊભરીને પોતાની ઓળખ બનાવી છે.

ચરણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તરત જ પ્રભાવ ઊભો કર્યો.

શ્રીલંકા સામેની વન-ડેમાં એન્ટ્રી લીધી અને પછી ઇંગ્લૅન્ડ સામે ટી20માં 12 રન આપીને 4 વિકેટ લીધી.

આને કોઈ પણ ભારતીય મહિલા ખેલાડીનું ટી20ની પોતાની પહેલી મૅચમાં સૌથી સારી બૉલિંગનું પ્રદર્શન પૈકીનું એક માનવામાં આવે છે.

નંદની શ્યામસુંદર શર્મા

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andy Kearns/Getty Images

ઇમેજ કૅપ્શન, નંદની શ્યામસુંદર શર્મા રાઇટ-આર્મ્ડ ફાસ્ટ-મીડિયમ બૉલર છે

નંદની શ્યામસુંદર શર્મા રાઇટ-આર્મ્ડ ફાસ્ટ-મીડિયમ બૉલર છે. તેઓ ચંડીગઢનાં છે અને 2026માં ઇંગ્લૅન્ડ સામેની ટી20 મૅચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી.

2026 આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પસંદ થયેલાં શર્માએ ઇંગ્લૅન્ડ સામેની ડૅબ્યૂ મૅચમાં ત્રણ વિકેટ ઝડપીને વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો.

ક્રાંતિ ગૌડ

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, David Rogers/Getty Images

ઇમેજ કૅપ્શન, 2025 આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ક્રાંતિ ગૌડે 9 વિકેટ લીધી

મધ્ય પ્રદેશનાં ક્રાંતિ ગૌડ રાઇટ-આર્મ્ડ ફાસ્ટ બૉલર છે. તેમણે ભારતીય મહિલા ક્રિકેટમાં ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે.

ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન તેમણે 52 રન આપીને 6 વિકેટનું શાનદાર અને મૅચ જિતાડનાર પ્રદર્શન કર્યું.

માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં પાંચ વિકેટ ઝડપનાર સૌથી ઓછી ઉંમરનાં ભારતીય મહિલા ખેલાડી બન્યાં.

2025 આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં પણ તેમનું ઊભરવાનું ચાલુ રહ્યું, જેમાં તેમણે ભારતની ખિતાબી જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ટુર્નામેન્ટમાં નવ વિકેટ લીધી.

રાધા યાદવ

ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 ભારત, પાકિસ્તાન, ટી 20 મહિલા વિશ્વ કપ, બીબીસી, ઈંગ્લેન્ડ, જૂન 2026 મહિલા ટી20 વર્લ્ડકપ : કેવી છે હરમનપ્રીતના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ ક્રિકેટ ભારત બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, રાધા યાદવ એક ડાબોડી સ્પિનર અને શાનદાર ફીલ્ડર છે

રાધા યાદવ એક ડાબોડી સ્પિનર અને શાનદાર ફીલ્ડર છે. તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા સામેની ટી20 મૅચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી.

ઘરેલુ ક્રિકેટમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શને તેમને ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન અપાવી દીધું અને તેમણે વિશ્વસ્તરે પોતાનું મહત્ત્વ સાબિત કર્યું.

2018 મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી હતી.

તેઓ કેવળ એવાં બે ભારતીય મહિલા ક્રિકેટરોમાંનાં એક છે, જેમણે ટી20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં 100 કરતાં વધારે વિકેટ લીધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન