You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GSEB 12th Result : GSEB : ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ, કચ્છ જિલ્લો સૌથી આગળ
ગુજરાતમાં માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ (આર્ટ્સ અને કૉમર્સ)ની પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરાયું છે.
ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2023માં લેવાઈ હતી. આ પરીક્ષાનું પરિણામ 73.27 ટકા આવ્યું છે.
ગુજરાત બોર્ડે જણાવ્યું હતું કે માર્કશીટ અને પ્રમાણપત્રોની હાર્ડ કોપી પછીથી વિતરણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ https://www.gseb.org/ પર જઈને જોઈ શકે છે.
આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે કે આ વખતે વિદ્યાર્થીઓ 6357300971 વૉટ્સઍપ નંબર પર પોતાનો નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 54.67 ટકા આવ્યું છે, જ્યાકે સૌથી વધુ પરિણામ કચ્છ જિલ્લાનું 84.59 ટકા આવ્યું છે.
વાંગધ્રા કેન્દ્ર 95.85 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. જેની સામે દેવગઢબારિયા કેન્દ્રનું સૌથી ઓછું 36.28 ટકા પરિણામ આવ્યું છે.
અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 79.16 છે, જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 72.83 છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ગુજરાત એસએસસી અને એચએસસી સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામમાં 65.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગ્રૂપ એ માટે એકંદરે પાસ થવાની ટકાવારી 72.27 ટકા અને ગ્રૂપ બીની 61.71 ટકા હતું.
2022ની સરખામણીએ ઓછું પરિણામ
2022 કરતાં 2023માં સામાન્ય પ્રવાહનું પરિણામ ઓછું આવ્યું છે. માર્ચ 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 86.91 ટકા આવ્યું હતું, જ્યારે 2023માં 72.27 ટકા આવ્યું છે.
2022માં વિદ્યાર્થીઓનું 84.67 ટકા અને વિદ્યાર્થિનીઓનું 89.23 ટકા પરિણામ જાહેર આવ્યું હતું. જ્યારે 2023માં વિદ્યાર્થીઓનું પરિણામ 67.03 ટકા અને વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ આવ્યું છે.
માર્ચ 2023માં 482 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષામાં 4,79, 298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી કુલ 4,77,392 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે 311 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 10 ટકા કરતાં પણ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.
એ1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1875 છે, જ્યારે 21,038 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવ્યો છે.
વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ
પરીક્ષા પાસ કરવામાં સફળતાની કુલ ટકાવારીની દૃષ્ટિએ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા વધારે છે.
પરીક્ષા પાસ કરવામાં કુલ 80.39 ટકા વિદ્યાર્થિનીઓ સફળ રહી છે, ત્યારે 67.03 ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યાં છે.