You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ? શું છે આગાહી?
હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં દમણ, નર્મદા, નવસારી, પંચમહાલ, દાદરા નગર હવેલી, આણંદ, ભરુચ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે.
અત્યારે ઉત્તર પશ્ચિમના ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને ત્યાંથી દક્ષિણ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત સુધી એક ટર્ફની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ સ્થિત છે.
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ કે પછી કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
હવે ક્યાં પડશે વરસાદ, જુઓ આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન