ટિકિટ લીધા વિના મહિલા વિમાનમાં ચઢી, બાથરૂમમાં સંતાઈને હજારો માઈલની સફર કરી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રેચલ લુકર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

એક મહિલાએ અમેરિકાના ન્યૂયૉર્કથી ફ્રાન્સની રાજધાની પેરિસ સુધીની મુસાફરી કર્યા પછી સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાયતમાં લીધાં હતાં. આ મહિલાની ઓળખ 57 વર્ષીય સ્વેતલાના ડેલી તરીકે થઈ છે.

ગયા અઠવાડિયે તેમણે બૉર્ડિંગ પાસ વગર ડેલ્ટા ઍરલાઇનની ફ્લાઇટમાં ન્યૂયૉર્કના જેએફકે ઍરપૉર્ટથી પેરિસના ચાર્લ્સ ડી ગોલ ઍરપૉર્ટ સુધી પ્રવાસ ખેડ્યો હતો.

પેરિસમાં તેઓ પ્લેનમાંથી નીચે ઊતર્યાં તે સાથે જ સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાયતમાં લીધાં હતાં.

ફ્રાન્સની પોલીસે જણાવ્યું કે ડોલી એક રશિયન નાગરિક છે.

તેમણે કહ્યું કે મહિલાને ફ્રાન્સમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, કારણ કે તેમની પાસે વિઝા ન હતો. તેમની સામે હજુ સુધી કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી.

પોલીસે જણાવ્યું કે આ મહિલા જેએફકે ઍરપૉર્ટ પર બૉડી સ્કેનિંગ, આઈડેન્ટિટી ચેક અને સિક્યૉરિટી ચેક વખતે તેઓ સિક્યૉરિટી ચેકમાંથી છટકી ગયાં હતાં. તેમણે કહ્યું કે તેઓ ખોટા ડૉક્યુમેન્ટ્સ સાથે ઍરપૉર્ટમાં પ્રવેશ્યાં હતાં.

વૉટ્સઍપ

"બૉર્ડિંગ પાસ વગરની વ્યક્તિ ફિજિકલ ચેક, ડબલ આઈડેન્ટિટી વેરિફિકેશન પ્રક્રિયા અને બૉર્ડિંગ સ્ટેટસ સ્ટેશનને ટાળીને ફ્લાઇટમાં બેસી ગઈ હતી."

બીબીસીના ન્યૂઝ પાર્ટનર સીબીએસે જણાવ્યું કે, અમેરિકન ઑથૉરિટીએ જણાવ્યું કે મહિલા પાસે કોઈ પ્રતિબંધિત પદાર્થ નથી મળ્યો.

પરંતુ આ મહિલા તમામ પ્રક્રિયામાંથી છટકીને વિમાનમાં સવાર થવામાં કઈ રીતે સફળ થયાં તે સ્પષ્ટ નથી.

ડેલ્ટા ઍરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું કે, "સુરક્ષા અને સલામતી એ સૌથી મહત્ત્વની બાબત છે. તેથી અમે આ ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહ્યા છીએ."

વિમાનમાં ચઢ્યાં પછી ડોલી એક બાથરૂમમાંથી બીજા બાથરૂમમાં ગયાં. તેઓ પોતાની સીટ નજીક આવ્યાં જ નહીં, અંતે ફ્લાઇટના ચાલકદળનું ધ્યાન ગયું હતું."

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક પ્રવાસીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં કૅપ્ટન પ્રવાસીઓને કહેતા જોવા મળે છે કે મહિલાને લઈ જવા માટે ઑથૉરિટીના લોકો આવી રહ્યા છે.

વીડિયોમાં વિમાનના કૅપ્ટન કહે છે કે, "હું ફ્લાઇટનો કૅપ્ટન છું... અમે પોલીસની રાહ જોઈ રહ્યા છીએ. તેઓ કદાચ અહીં છે. તેમણે કહ્યું કે પ્લેનમાં વધારાના પેસેન્જરને જ્યાં સુધી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી તમે બધા તમારી સીટ પર બેસી રહો."

વિમાનમાં સવાર એક પ્રવાસીએ ન્યૂઝ એજન્સી સીએનએસને વધારાના પ્રવાસીનો વીડિયો મોકલ્યો હતો.

એવા અહેવાલ છે કે ન્યૂયૉર્ક જતી બીજી ફ્લાઇટમાં પણ તેમણે ધમાલ મચાવી હતી. હાલમાં તેઓ ફ્રાન્સમાં છે.

વિમાનમાં મોબાઇલ પર વીડિયો ઉતારનાર વ્યક્તિના કહેવા મુજબ તેમણે વારંવાર કહ્યું કે, "હું અમેરિકા નહીં જાઉં. માત્ર કોઈ જજ મને અમેરિકા પાછી મોકલી શકે."

બીબીસીએ આ વીડિયોની સ્વતંત્ર રીતે ચકાસણી નથી કરી. મહિલાના શબ્દો પણ સ્પષ્ટ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.