વૈભવ સૂર્યવંશી ઇંગ્લૅન્ડ સામે ડેબ્યૂ કરશે, સચીનનો રેકૉર્ડ તૂટશે – ન્યૂઝ અપડેટ

ઇંગ્લૅન્ડ સામે માનચેસ્ટરમાં બીજી ટી-20 મૅચમાં યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડ સામે માનચેસ્ટરમાં બીજી ટી-20 મૅચમાં યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટ ટીમે રમાડવાનો નિર્ણય કર્યો છે.

ઇંગ્લૅન્ડ સામે માનચેસ્ટરમાં બીજી ટી-20 મૅચમાં યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે. ટીમના ઉપકપ્તાન તિલક વર્માએ તેમને ડેબ્યૂ કૅપ આપી દીધી છે.

સંજુ સેમસનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે જ સૂર્યવંશીએ નાની ઉંમરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.

સચીને વર્ષ 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષની વયે ટેસ્ટ મૅચમાં ડેબ્યૂ કર્યું હતું અને વૈભવ સૂર્યવંશીની ઉંમર 15 વર્ષ છે.

ભારતીય ટી-20 ક્રિકેટ ટીમના કૅપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે વૈભવ સૂર્યવંશી તેને છેલ્લા બે મહિનામાં જોયો હશે. તે બૉલરોનો સામનો કેવી રીતે કરે છે તે તેના આત્મવિશ્વાસને દર્શાવે છે. તેને રમવા માટે કોઈ દબાણ નથી. તે ટીમમાં સ્થાન પામવા લાયક છે. તે બિલકુલ દબાણ સહન કરતો નથી. તે અડગ છે. તે જાણે છે કે આ મૅચમાં શું થશે. તેનો સ્વભાવ શાંત છે, તે નેટમાં જે રીતે બેટિંગ કરે છે તે દર્શાવે છે કે તે કેવા પ્રકારનો સ્વભાવ ધરાવે છે.

ઈરાન : અલી ખામેનેઈને અંતિમ વિદાય આપવા લોકોની ભારે ભીડ ઊમટી

ઈરાન, તહેરાન, બીબીસી ગુજરાતી, અલી ખામેનેઈ, Iran, Tehran, Ali Khamanei

ઇમેજ સ્રોત, FARS NEWS AGENCY / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાની અધિકારીઓનું અનુમાન છે કે વિભિન્ન શહેરોમાં આયોજિત છ દિવસીય સમારોહમાં દોઢથી બે કરોડ લોકો સામેલ થશે

ઈરાનની રાજધાની તહેરાનમાં દેશના સુપ્રીમ લીડર રહેલા આયતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં સામેલ થવા માટે લોકોની ભીડ વધી રહી છે.

બીબીસી પર્શિયન સેવા અનુસાર, ઈરાની મીડિયાના રિપોર્ટ અનુસાર તહેરાનના મોસલ્લા સ્થિત મસ્જિદમાં લોકોની સંખ્યા વધવાને કારણે સમારોહ સ્થળના ઉત્તરી દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે.

ઈરાની અધિકારીઓનું કહેવું છે કે તેમને આશા છે કે ઈરાન અને ઇરાકનાં વિભિન્ન શહેરોમાં આયોજિત સમારોહમાં દોઢથી બે કરોડ લોકો સામેલ થશે, આ સમારોહ છ દિવસ સુધી ચાલશે.

આ દરમિયાન, ઇરાકના સમાચાર સૂત્રો અનુસાર બુધવારના અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે દેશની રાજધાની બગદાદમાં બંધ પાડવામાં આવશે.

ખામેનેઈનો અંતિમ સંસ્કાર સમારોહ ગુરુવારના તેમના વતન મશહદમાં પૂર્ણ થશે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

ટેલર સ્વિફ્ટ અને ફૂટબૉલર ટ્રૅવિસ કેલ્સીએ કર્યાં લગ્ન

ટેલર સ્વિફ્ટ અને ફૂટબૉલર ટ્રૅવિસ કેલ્સીએ કર્યાં લગ્ન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Gregory Shamus/Getty Images

પૉપ સ્ટાર ટેલર સ્વિફ્ટ અને અમેરિકાના ફૂટબૉલ ખેલાડી ટ્રૅવિસ કેલ્સીએ ન્યૂયૉર્ક સિટીમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યાં છે. આ સમારોહનું સંચાલન કૉમેડિયન એડમ સૅંડલરે કર્યું હતું.

સ્વિફ્ટનાં લાંબા સમય સુધી પબ્લિસિસ્ટ રહેલાં ટ્રી પેન પ્રમાણે, બંનેએ ક્રિશ્ચિયન ડિયોરનાં કપડાં પહેર્યાં હતાં. તથા લગ્નમાં બ્રાઇડ્સમેડ્સ અને ગ્રૂમ્સમૅન નહીં રાખવાનો નિર્ણય કર્યો હતો.

તેની જગ્યાએ સ્વિફ્ટના ભાઈ ઑસ્ટિન સ્વિફ્ટે તેના 'મૅન ઑફ ઑનર'ની ભૂમિકા ભજવી, જ્યારે કે પૂર્વ અમેરિકન ફૂટબૉલ ખેલાડી જેસન કેલ્સી વરરાજાના 'બેસ્ટ મૅન' બન્યા.

મૅડિસન સ્ક્વેયર ગાર્ડનમાં આયોજિત આ સમારોને કારણે મૅનહૅડનના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંથી એક બંધ કરવો પડ્યો હતો. હૉલીવૂડની ઘણી હસ્તીઓ તેમાં સામેલ થઈ હતી. જેને સંભવત: સદીની સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે.

અભિનેતા હ્યૂ ગ્રાન્ડ અ જેસન સુદેકિસ, ગાયક બેંસન બૂન અને મૉડલ ગિગી હદીદ પણ નજર આવ્યાં.

નેતન્યાહૂ અને ટ્રમ્પની થશે મુલાકાત, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે બીજું શું કહ્યું?

નેતન્યાહૂ અને ટ્રમ્પની થશે મુલાકાત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Joe Raedle/Getty Images

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જલદી મુલાકાત કરવાના છે.

ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમિયાન મળવા પર સહમતિ વ્યક્ત થઈ છે.

આ ફોન કૉલ દ્વારા બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પને અમેરિકાની સ્થાપનાનાં 250 વર્ષનાં અભિનંદન પણ પાઠવ્યાં.

નિવેદન અનુસાર, નેતન્યાહૂએ કહ્યું, "અમેરિકા દુનિયામાં આઝાદીનું ગૅરેન્ટર છે અને ઇઝરાયલ બંને દેશો વચ્ચે ઘનિષ્છ સંબંધોને ઘણું મહત્ત્વ આપે છે."

ભારતીય પ્રતિનિધિમંડળે તહેરાનમાં ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી

સૈયદ અતા હસનૈન અને પબિત્ર માર્ગેરિટા ભારત તરફથી આધિકારિક ઈરાનની મુલાકાતે ગયા છે

ઇમેજ સ્રોત, X/@PmargheritaBJP

ઇમેજ કૅપ્શન, સૈયદ અતા હસનૈન અને પબિત્ર માર્ગેરિટા ભારત તરફથી ઈરાનની આધિકારિક મુલાકાતે ગયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનની રાજધાની તહેરાનમાં ભારત સરકારના પ્રતિનિધિમંડળે ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારત સરકારના આધિકારિક પ્રતિનિધિમંડળમાં બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સામેલ છે.

બિહારના રાજ્યપાલે સોશિયલ મીડિયા હૅન્ડલ પર સેરેમનીની તસવીરો શૅર કરી હતી અને એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સાથે આજે (શુક્રવારે) તહેરાનમાં આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને હાલના સંઘર્ષમાં જીવ ગુમાવારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. "

વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટાએ પણ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર તસવીરો શૅર કરી હતી.

તેમણે કહ્યું કે, "બિહારના રાજ્યપાલ અને મેં તહેરાનમાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમે ભારત સરકાર અને ભારતની જનતા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી."

ઈરાનમાં અલી ખામેનેઈનાં અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેના માટે વિદેશી મહેમાનો તહેરાન પહોંચ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન