ડોનાલ્ડ ટ્રમ્પ પોર્નસ્ટારને પૈસા ચૂકવવાના કેસને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ઍન્થોની ઝર્ચર
- પદ, નૉર્થ અમેરિકા સંવાદદાતા
- પ્રકાશિત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોર્ટ કાર્યવાહીનો જે એક દિવસ રહ્યો એ નાટ્યાત્મક અને ઐતિહાસિક હતો પણ તેમની સામે ઘડવામાં આવેલા આરોપો શૂં સૂચવે છે? શું એનાથી લોકોનો અભિપ્રાય બદલાશે?
બે સપ્તાહ અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગાહી કરી દીધી હતી કે ટૂંક સમયમાં ન્યૂયૉર્ક શહેરમાં તેમની સામે કેસ ચાલુ થઈ શકે છે. એટલે ટ્રમ્પ સહિત તમામ અટકળો વચ્ચે રાહ જોઈ રહ્યા હતા કે ખરેખર તેમની સામે કયા આરોપો ઘડવામાં આવશે.
પણ થયું એવું કે તેમની સામેના કેસની એક રૂપરેખા પહેલા જ ચર્ચામાં આવી ગઈ હતી.
34 કાઉન્ટનું તહોમતનામું પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને થયેલી ચૂકવણીને લક્ષ્યમાં રાખે છે. ગુનાઇત ષડ્યંત્રના એમાં આરોપો નથી. વળી જ્યૂરીને કોઈ એવા નવા અપરાધો પણ નથી મળ્યા કે જે તહોમતનામું જાહેર નહોતું કરાયું ત્યાં સુધી છુપાયેલા હતા. એ કોઈ એટલો મોંઘો કેસ નહોતો.
મંગળવારે ટ્રમ્પ મૅનહટ્ટનમાં સવારે હતા ત્યારે તેમને એ ખ્યાલ આવી ગયો હશે. કેસ એ જ હતો જે લોકો વિચારી રહ્યા હતા. ભલેને પછી કેટલાક પુરાવા જેને પ્રૉસિક્યૂટર ચૂંટણીમાં પ્રભાવ કરતા પરિબળો સમજે છે, એ હોય તો પણ કેસ એવો જ છે.
એનો અર્થ કે જેમજેમ સુનાવણી શરૂ થઈને આગળ વધશે એમ એમ બચાવપક્ષ વધુ મજબૂત વલણ અપનાવતો જશે.
ટ્રમ્પે જ્યારથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તેમની સામે આરોપનામું ઘડાશે ત્યારથી જ રિપબ્લિકન પાર્ટી એકજૂથ છે. તેમનામાં એકતા જોવા મળી રહી છે.
યુટાહના સેનેટર મિટ રોમન જેમણે ટ્રમ્પ સામેની બે વખતની પદભ્રષ્ટ કાર્યવાહી સુનાવણીમાં ટ્રમ્પને દોષિત ઠેરવવા મતદાન કર્યું હતું. એ વિશેના નિવેદનમાં તેમણે કહ્યું કે મિ. બ્રૅગ “રાજકીય વેરઝેર વાળવા માટે હલકીકક્ષાના આરોપો લગાવવામાં જોતરાઈ ગયા છે”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રૉસિક્યૂટરે મર્યાદા વટાવી છે એ ખૂબ જોખમી આધાર ઊભો કરી રહ્યું છે, જેમાં રાજકીય વિરોધી પર કેસ કરવામાં આવે છે. આનાથી લોકોના ન્યાયતંત્રમાં રહેલા વિશ્વાસને નુકસાન થાય છે.

જો બાઇડનની પાર્ટી શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસ વિશે ડૅમૉક્રૅટ પાર્ટી જો બાઇડનનું વલણ અપનાવશે. તેઓ જો બાઇડનનું વલણનું અનુકરણ કરીને કેસ વિશે મૌન સેવી રહ્યા છે. હાલ તેઓ રિપબ્લિકન જનાધારને આકર્ષવામાં વધુ સજાગ છે અને પૂર્વ રાષ્ટ્રપતિના રાજકીય વલણને નુકસાન કરવાને વધુ મહત્ત્વ આપવાનું ટાળી રહ્યા છે.
કોર્ટમાં ટ્રમ્પ ટૂંકા સમય માટે ઑન-કૅમેરા હાજર થયા પણ તેમના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. તેમનો ચહેરો ભાવશૂન્ય હતો. તેમણે કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું પણ તેમની સોશિયલ મીડિયા વેબસાઇટ અને ભંડોળ ઊભું કરવા માટેના ઇમેલમાં દિવસભર તેઓ એ દર્શાવવાના પ્રયાસમાં જોવા મળ્યા જેને તેમણે એક મજબૂત ફાયદાકારક પરિબળ તરીકે ગણ્યું હશે.
એમાં તેઓ બ્રૅગ અને ન્યૂયૉર્ક શહેરની ન્યાયિક ટીમ પર પ્રહાર કરી રહ્યા હતા. એના લીધે જજ યુઆન મેર્ચાએ તેમને આવી ભડકાઉ ટિપ્પણીઓ ન કરવા ચેતવણી પણ આપી.
એટલું જ નહીં પણ ટ્રમ્પે મેર્ચાનની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા અને કેસને મૅનહટ્ટનથી સ્ટેટેન ટાપુ ટ્રાન્સફર કરવા કહ્યું. અહીં જ્યૂરીનો સમૂહ ટ્રમ્પ સમર્થકોની વધુ સંખ્યા ધરાવતો હોઈ શકે છે. વળી કેસ સુનાવણી સુધી પહોંચે એ પહેલા જ આરોપ પડતા મૂકવા માટે એમની ટીમ અરજી દાખલ કરી શકે છે.

ટ્રમ્પ કેસને હળવાશથી લઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, DREW ANGERER
ટ્રમ્પ ભલે કેસને પહેલા જ નબળો ગણાવીને એને ગંભીરતાથી નથી લઈ રહ્યા હોય પણ તેમનું કાનૂની સંકટ ન્યૂયૉર્કમાં શરૂ નથી થયું અને ન એ ન્યૂયૉર્કમાં સમાપ્ત થશે. કેન્દ્ર સરકારના વકીલ અને જ્યોર્જિયા જિલ્લાના વકીલ તેમની પોતાની રીતે પણ તપાસ કરી રહ્યા છે. અને તેઓ હવે આરોપો વગર કોઈ પૃષ્ઠભૂમિએ સપાટી પર લાવી શકે છે.
અમેરિકાના ઇતિહાસમાં હાઇ-પ્રોફાઇલ નાટ્યાત્મક કેસ જોવા મળ્યા છે. એમાં ઘણાં ચૂંટણીઅભિયાન પણ જોખમમાં મુકાયાં હતાં. હવે અમેરિકાની જનતા સામે બંને સ્થિતિ છે. જેમાં હજુ વળાંક આવશે. આવતા મહિનાઓમાં વધુ કાનૂની લડાઈ, કોર્ટમાં પેશી અને ચૂંટણીના અભિયાનો પણ રહેશે. કેમ કે પૂર્વ રાષ્ટ્રપતિ આ પ્રકારના અસામાન્ય પ્રવાહની દિશા નક્કી કરવાના પ્રયાસમાં છે.
ટ્રમ્પ જે રીતે વિવાદોમાં રહ્યા છે અને વિવાદને છેડતા આવ્યા છે તથા ટિપ્પણીઓ કરે છે એ જોઈને હવે ભવિષ્યમાં વધુ નાટ્યાત્મ દૃશ્યો સર્જાય તો નવાઈ નહીં.
જજે ટ્રમ્પનું કૅમેરા ફિલ્મિંગ કરવા પર રોક લગાવેલી છે જેથી કાર્યવાહી સર્કસ ન બની જાય. પણ જે રીતે કોર્ટ બહાર ટ્રમ્પના સમર્થકો અને આલોચકો ભેગા થાય છે એ જોઈને તો લાગે છે કે સર્કસ પૂરજોશમાં ચાલુ જ છે.
























