ભારત ફાઇનલમાં આવશે તો? પાકિસ્તાનના કૅપ્ટન બાબરે કહ્યું, 'અમારી આ છે રણનીતિ'

ઇમેજ સ્રોત, Getty/Ani
- ન્યૂઝીલૅન્ડને હરાવીને પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપની ફાઇલનમાં પહોંચી ગયું
- બીજી સેમિફાઇનલનું પરિણામ હજુ બાકી છે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાશે એવું ઘણા લોકો માની રહ્યા છે.
- બાબરને ભારત સામેની સંભવિત મૅચને પગલે સર્જાઈ રહેલાં દબાણ અને એને ખાળવાની રણનીતિ જવાબ આપ્યો હતો
પાકિસ્તાન ન્યૂઝીલૅન્ડને હરાવીને આખરે ટી-20 વર્લ્ડકપની ફાઇલનમાં પહોંચી ગયું છે. હવે બીજી સેમિફાઇનલની રાહ જોવાઈ રહી છે, જે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાવાની છે. આ મૅચ જો ભારત જીતી જાય તો કિક્રેટજગતના બે પરંપરાગત પ્રતિસ્પર્ધીઓ ભારત અને પાકિસ્તાન ફરી એક વખત વર્લ્ડકપમાં એકબીજા સાથે ટકરાશે.
જોક, બીજી સેમિફાઇનલનું પરિણામ હજુ બાકી છે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાશે એવું ઘણા લોકો માની રહ્યા છે.
ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ જીત્યા બાદ પણ પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમને પત્રકારે પણ આ સંદર્ભનો જ સવાલ પૂછ્યો હતો. પત્રકારે બાબરને ભારત સામેની સંભવિત મૅચને પગલે સર્જાઈ રહેલાં દબાણ અને એને ખાળવાની રણનીતિ અંગે પૂછ્યું હતું.
પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં બાબર આઝમે કહ્યું હતું, "ફાઇલનમાં કયા પ્રતિસ્પર્ધીનો સામનો કરીશું કરીશું એ અંગે તો અમે હાલ કંઈ કહી શકીએ એમ નથી પણ જે કોઈ ટીમ આવશે અમે અમારું 100 ટકા આપવા પ્રયાસ કરીશું. અમે હંમેશાં પડકારોને પહોંચી વળવાનો પ્રયાસ કરીએ છીએ. આમ પણ ફાઇનલમાં પ્રેસર તો હોય જ છે. ટુર્નામેન્ટના વિવિધ તબક્કા પાર કરીને તમે ફાઇનલમાં પહોંચો છો અને જ્યારે તમે ફાઇનલમાં પ્રવેશો ત્યારે તમે ડર રાખ્યા વગર ક્રિકેટ રમવા પ્રયાસ કરો છો. છેલ્લી ત્રણ-ચાર મૅચમાં અમે જે રીતે ક્રિકેટ રમી છે, એવી જ રમત અમે ચાલુ રાખીશું."
નોંધનીય છે કે આ પહેલાં ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ વખતે બાબર આઝમે ઓપનર પાર્ટનર મોહમ્મદ રિઝવાન સાથે મળીને શતકીય ભાગીદારી નિભાવી હતી.
પાકિસ્તાન તરફથી બાબર આઝમે અડધી સદી પૂરી કરી હતી અને પહેલી વિકેટ માટે 105 રનોની ભાગીદારી નોંધાવી હતી. તેમણે 42 બૉલમાં 7 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. 36 બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરનાર રિઝવાનને શાનદાર બેટિંગ બદલ 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
મૅચમાં શાહીનશાહ આફ્રિદીએ પણ સ્વિંગની કમાલ દર્શાવતાં ચાર ઓવરમાં માત્ર 24 રન આપીને 2 વિકેટો લીધી હતી. ટૂંકમાં પાકિસ્તાનની ટીમ ફરીથી ફૉર્મમાં જોવા મળી રહી છે અને ઍડિલેડ ઓવલમાં રમાઈ રહેલી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચ જે કોઈ પણ જીતશે એની સામે ફાઇનલમાં ટકરાશે.
જોકે, ટુર્નામેન્ટના પ્રારંભમાં પોતાની બેટિંગ અને કૅપ્ટનશિપ બદલ બાબર આઝમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પાકિસ્તાની કૅપ્ટને ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં પોતાના પ્રદર્શનથી ટીકાકારોને જવાબ આપી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં પાકિસ્તાનનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિડનીમાં રમાયેલી આ સેમિફાઇનલમાં એણે ન્યૂઝીલૅન્ડને સરળતાથી હરાવી દીધું હતું. ન્યૂઝીલૅન્ડના 153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમે 7 વિકેટથી કિવિ ટીમને હરાવી દીધી હતી.
પહેલી વિકેટ માટે 105 રનોની ભાગીદારી નોંધાવી કૅપ્ટન બાબર આઝમ આઉટ થયા હતા. જોકે, બન્ને ઓપનરો પાકિસ્તાનને જીતના દ્વારે લઈ ગયા હતા. રિઝવાન જ્યારે આઉટ થયા ત્યારે પાકિસ્તાનને જીતવા માટે 18 બૉલ પર 21 રનની જરૂર હતી. એ લક્ષ્યાંક પાકિસ્તાને ત્રણ વિકેટના નુકસાને ચાર બૉલ બાકી હતા ત્યારે જ હાંસલ કરી લીધો.
આ સાથે જ પાકિસ્તાન 13 વર્ષ બાદ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પણ પહોંચી ગયું. પાકિસ્તાન 2009માં ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન બન્યું હતું. વર્ષ 2007માં ટી20 વર્લ્ડકપની પ્રથમ સિઝનમાં એ ભારત સામે હારી ગયું હતું.
સેમિફાઇનલની આજની મૅચમાં ન્યૂઝીલૅન્ડના ડેરિલ મિશેલે 50 ફટકારી હતી અને કૅપ્ટન કૅન વિલિયમ્સનની 46 રનની મદદથી ન્યૂઝીલૅન્ડે પાકિસ્તાન સામે જીતવા માટે 153 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ મૅચમાં પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર નહોતા કર્યા. ન્યૂઝીલૅન્ડના ઓપનર ફિન એલેન માત્ર ચાર રન બનાવીને પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા.
પ્રથમ વિકેટ છ રને જ ગુમાવી દેનારી ન્યૂઝીલૅન્ડની ટીમના ડેવેન કૉનવે અને કૅપ્ટન કેન વિલિયમ્સને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પણ એમની પ્રારંભિક બેટિંગ ધીમી રહી હતી.
એ દરમિયાન રન રેટ વધારવાનો પ્રયાસ કરતાં પાવરપ્લેની અંતિમ ઓવરમાં ન્યૂઝીલૅન્ડના બેટરોએ અંતિમ બૉલોમાં આઠ રન જોડી દીધા હતા. જોકે, છેલ્લા બૉલ પર વધુ એક મુશ્કેલ રન મેળવવાના પ્રયાસમાં ડેવન કૉનવે રનઆઉટ થઈ ગયા હતા.
























