ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ થયો હતો જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન મોટા ભાગે સૂકું રહ્યું છે.
હાલમાં બંગાળની ખાડી અને ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ એક લો પ્રેશર એરિયા રચાયો છે. જેના કારણે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઈક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. આગામી બે દિવસમાં તે દક્ષિણ ઓડિશાથી ઉત્તર આંધ્ર પ્રદેશ અને સાઉથ છત્તીસગઢ તરફ આગળ વધે તેવી સંભાવના છે.
ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. હાલમાં અમૃતસર, મુઝફ્ફરનગર, હરદોઈ, ડાલ્ટનગંજ પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે.
હવે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે?

ઇમેજ સ્રોત, gsdma
14 સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે, જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
15 સપ્ટેમ્બર, સોમવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.
મંગળવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હળવો વરસાદ થવાની આગાહી છે.

ઇમેજ સ્રોત, gsdma
ગુજરાતમાં જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 15માંથી ચાર ડૅમ છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં 17માંથી 9 ડેમ અને સાઉથ ગુજરાતમાં 13માંથી નવ ડૅમ છલકાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચ્છમાં અત્યાર સુધીમાં 20માંથી 13 ડૅમ છલકાયા છે અને સૌરાષ્ટ્રમાં 141માંથી 74 ડૅમ છલકાઈ ગયા છે. રાજ્યનો સૌથી મોટો ડૅમ સરદાર સરોવર હાલમાં 92 ટકા જેટલો ભરાયો છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત કુલ 207 ડૅમ છે જેમાંથી 109 છલકાઈ ગયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 108 ટકા વરસાદ પડી ગયો છે. કચ્છમાં 136 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, પૂર્વ મધ્યમાં 110 ટકા, સૌરાષ્ટ્રમાં 93 ટકા અને સાઉથ ગુજરાતમાં 110 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સાત ટકા વરસાદની ઘટ છે, જ્યારે બાકી બધે સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























