તામિલ વારસા સમી સિલ્ક સાડીનું કલેક્શન રાખતા સંતોષ પારેખ

તામિલ વારસા સમી સિલ્ક સાડીનું કલેક્શન રાખતા સંતોષ પારેખ
પ્રકાશિત

ચેન્નાઈમાં રહેતા સંતોષ પારેખ પાસે કિંમતી સાડીઓ છે, જેમાં સોનું-ચાંદી મઢેલાં છે. તેમની પાસે 100 વર્ષ જૂની સિલ્કની સાડીઓ પણ છે.

સિલ્કની સાડીઓના સંરક્ષણ માટે તેમણે સાડીઓ ભેગી કરવાનું શરૂ કર્યું.

તેમણે 24 વર્ષની વયે આ સાડીઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. તેઓ નવી પેઢીને પરંપરા વિશે જાણવા મળે એટલા માટે આ કામ કરી રહ્યા છે.

હાથથી બનાવેલી સાડીઓ પણ તેમના સંગ્રહમાં સામેલ છે. તેમની પાસે 1500થી વધુ સાડીઓ છે.