મૈસોર સેન્ડલ સોપ : પ્રખ્યાત ચંદનનો સાબુ કેવી રીતે બને છે અને શું છે એનો ઇતિહાસ?

મૈસૂર ચંદન સાબુ

ઇમેજ સ્રોત, KSDL

    • લેેખક, વી રામકૃષ્ણ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

અમે પ્રકાશમ્ જિલ્લાના એક ગામમાં રહેતા હતા. જ્યારે હું સાબુની કલ્પના કરતો, ત્યારે મને ‘લાઇફબૉય’ સાબુ દેખાતો હતો. લાલ, જાડો અને સુંદર.

ઘરના તમામ લોકો તેનો ઉપયોગ કરતા અને તો પણ એ સાબુ ઘણા દિવસો સુધી ચાલતો હતો. તેને ગમે એટલો ઘસી લો, તે પૂરો થતો નહોતો. તેની કિંમત પણ ઓછી હતી. તેથી 1990ના દાયકામાં અમારા ગામ જેવાં ગામડાંમાં પણ ‘લાઇફબૉય’ સાબુ ઘણો પ્રસિદ્ધ હતો.

સમય પસાર થતા નવા સાબુ આવવા લાગ્યા. એવામાં અમારા ગામમાં વપરાતા એક સાબુની મહેક મને યાદ છે. તે મૈસૂર ચંદન સાબુ હતો.

મેં આ સાબુ પહેલી વાર આઠ કે નવ વર્ષની ઉંમરે મારા સંબંધીના ઘરે જોયો હતો.

તેના કાર્ટન પર એક પ્રાણીની તસવીર હતી અને એ સાબુમાંથી આવતી મીઠી મહેકે મારું મન મોહી લીધું હતું. 25 વર્ષ બાદ પણ એ મહેક મારી કલ્પનામાં તાજી છે.

બીબીસી ગુજરાતી

પ્રથમ વિશ્વયુદ્ધ પછી...

કૃષ્ણરાજ વાડિયાર-4 (1884-1940)

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ વિશ્વયુદ્ધ પછીની વાત છે, મૈસૂર રાજ્યમાં ચંદનનાં ઘણાં વૃક્ષો હતાં. રાજ્ય ચંદનનાં લાકડાંની નિકાસ કરીને આવક ઊભી કરતું હતું. અહીં ટીપુ સુલતાનના સમયથી ચદનના લાકડાની ચીન જેવા દેશોમાં નિકાસ કરાતી હતી.

20મી સદી સુધી યુરોપ મૈસૂર રાજ્યના ચંદન માટેનું એક મહત્ત્વનું બજાર બની ગયું હતું. ચંદનની નિકાસ મૈસૂર રાજ્યમાંથી જર્મની, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોમાં પણ કરવામાં આવતી હતી.

1914માં પ્રથમ વિશ્વયુદ્ધના પ્રકોપે સમુદ્રી માર્ગોમાં મુશ્કેલી ઊભી થવાના કારણે તેની આપૂર્તિ બંધ કરવી પડી હતી. ઘણા દેશોમાં આપૂર્તિ બંધ થવાથી મૈસૂર ચંદનની માગ ઓછી થઈ ગઈ હતી. કૃષ્ણરાજ વાડિયાર-4 મૈસુર રાજ્ય પર શાસન કરી રહ્યા હતા. જાણીતા એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા નાડુ દીવાન હતા. રાજાએ વિશ્વેશ્વરૈયાને એકઠા થયેલા ચંદનમાંથી તેલ કાઢવાની પદ્ધતિ વિશે વિચારવાનુ કહ્યું હતું.

બૅંગલુરુની ભારતીય વિજ્ઞાન સંસ્થાની મદદથી વિશ્વેશ્વરૈયાએ ચંદનમાંથી તેલ કાઢવાનું મશીન બનાવ્યું હતું. તેથી 1916માં મૈસૂરમાં ચંદનના તેલનું પ્રથમ કારખાનું ખોલવામાં આવ્યું હતું.

બીબીસી ગુજરાતી

‘રાજાનો મનપસંદ સાબુ’

જે ચંદનના વૃક્ષોમાંથી તેલ કાઢવામાં આવે છે, જે સામાન્ય રીતે 15થી 25 વર્ષના હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

એકવાર કેટલાક વિદેશીઓ કૃષ્ણરાજ વાડિયાર-4ને મળવા આવ્યા હતા. એ વખતે તેમણે ચંદનના તેલથી બનેલા સાબુ ભેટમાં આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

જ્યારે રાજાએ એ સાબુને જોયા ત્યારે ચંદનના તેલમાંથી સાબુ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ પ્રકારે મૈસૂર સાબુની ફૅક્ટરીની સ્થાપના 1918માં બૅંગલુરુના કબ્બન પાર્કમાં થઈ હતી અને મૈસૂરના ચંદનના સાબુનું નિર્માણ શરૂ થયું હતું.

સ્વતંત્રતા પછી કર્ણાટક રાજ્ય સરકારે બે કંપનીઓને વિલીન કરી દીધી હતી અને 1980માં તેનું નામ બદલીને ‘કર્ણાટક સાબુ અને ડિટર્જન્ટ લિમિટેડ’ કરી દીધું હતું.

2006માં મૈસૂર ચંદનના તેલ અને સાબુને ભૌગોલિક નિશાનનો ટૅગ પણ આપવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતી

સાબુ કઈ રીતે બનાવાય?

ચંદનનો પાઉડર બૉયલરમાં નાખવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે ચંદનના તેલ માટે ઓછામાં ઓછાં 15 વર્ષ જૂનાં વૃક્ષોનો સંગ્રહ કરવામાં આવે છે. 15થી 25 વર્ષનાં વૃક્ષો સારી ગુણવત્તાવાળા તેલનું ઉત્પાદન કરે છે.

  • વૃક્ષોની ઉંમર પ્રમાણે તેલની ગુણવત્તા વધી જાય છે. મૈસૂર સાબુના મામલામાં લગભગ 40 વર્ષની ઉંમરનાં વૃક્ષો પસંદ કરવામાં આવે છે.
  • સૂકા ચંદનનાં લાકડાંમાંથી હાર્ટવુડ અને સૅપવુડને અલગ કરવામાં આવે છે.
  • હાર્ટવુડ (Heartwood): સામાન્ય રીતે ચંદનના તેલ માટે ઓછામાં ઓછા 15 વર્ષ જૂનાં વૃક્ષોનો સંગ્રહ કરવામાં આવે છે. 15થી 25 વર્ષના વૃક્ષો સારી ગુણવત્તાવાળા તેલનું ઉત્પાદન કરે છે.
  • વૃક્ષોની ઉંમર પ્રમાણે તેલની ગુણવત્તા વધી જાય છે. મૈસૂર સાબુના મામલામાં લગભગ 40 વર્ષની ઉંમરના વૃક્ષોનો સંગ્રહ કરવામાં આવે છે.
  • સૂકા ચંદનના લાકડામાંથી હાર્ટવુડ અને સૅપવુડને અલગ કરવામાં આવે છે.
  • હાર્ટવુડ (Heartwood): લાકડાના મધ્યમાં આવેલા ઘઉંવર્ણ ક્ષેત્રને હાર્ટવુડ કહેવામાં આવે છે. તે ઉચ્ચત્તમ ગુણવત્તાનું તેલ ઉત્પન્ન કરે છે.
  • સૅપવુડ- ઘઉંવર્ણ ક્ષેત્રના આજુબાજુના સફેદ ભાગને સૅપવુડ કહેવામાં આવે છે. તેનું પરિણામ નિમ્ન ગુણવત્તાવાળા તેલમાં થાય છે.
  • ચંદનના લાકડાને મશીન અથવા હાથથી હૃદયના લાકડા અને સૅપવુડને અલગ કરવા માટે વિભાજિત કરવામાં આવે છે.
  • એકત્રિત કરેલા હાર્ટવુડને બીજા મશીનમાં નાખવામાં આવે છે અને નાના-નાના ટુકડા કરવામાં આવે છે.
  • તેના ટુકડા કર્યા બાદ તેનો પાઉડર કરવામાં આવે છે.
  • ચંદનના પાઉડરને બૉયલરમાં ગરમ કરવામાં આવે છે. ચંદનના પાઉડરનું તેલ પાણીના બાષ્પીભવન બાદ બૉયલરની ઉપરની નળીઓમાંથી નીકળી જાય છે.
  • તે વરાળને એક ટૅન્કમાં ઠંડી કરવામાં આવે છે. ત્યારબાદ તે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય છે. વરાળ સાથે આવનારું ચંદનનું તેલ પાણી પર તરે છે.
  • પાણી પર તરતું તેલ અલગ થઈ જાય છે. તેને કાચું ચંદનનું તેલ કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે તેમાં હજુ પણ થોડું પાણી અને અશુદ્ધીઓ રહેલી છે.
ચંદનનું તેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાચા ચંદનના તેલમાંથી પાણી અને અશુદ્ધીઓ દૂર કર્યા બાદ શુદ્ધ ચંદનનું તેલ પ્રાપ્ત થાય છે.
  • કાસ્ટિંગ સોડા, તાડનું તેલ અને પાણી એક મોટી લોખંડના પૅનમાં નાખીને સારી રીતે ગરમ કરવામાં આવે છે.જેને ‘સૉપોનિફિકેશન’ કહેવામાં આવે છે. એને ગરમ કરવાથી એક પિંડરૂપી પદાર્થ તૈયાર થાય છે.
  • વૅક્યુમ સિસ્ટમ થકી અશુદ્ધીઓ દૂર કરવામાં આવે છે. આ અવસ્થામાં એ પિંડ વૅક્સ જેવું ભાસે છે.
  • આ પિંડને નાના-નાના ટુકડામાં કાપવામાં આવે છે. તેને ‘સોપ નૂડલ્સ’ કહેવામાં આવે છે.
  • એ નાના-નાના ટુકડામાં ગ્લિસરીન, ચંદનનું તેલ, રંગ, પરફ્યુમ, ટૅલ્કમ પાઉડર વગેરે સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે.
  • ત્યારબાદ એ પિંડાને મશીનની મદદથી એક સોપ બારમાં બદવામાં આવે છે
  • સાબુના બારને કટરની મદદથી વિવિધ આકારમાં કાપવામાં આવે છે.
  • ત્યારબાદ તેની પર મૈસૂર સૅન્ડલનો લૉગો અને નામ છાપીને પૅક કરવામાં આવે છે.
  • જોકે, કંપનીનું કહેવું છે કે સૉપોનિફિકેશનથી પ્રદૂષણ થાય છે, તેથી તે હાલ સીધા સાબુના નૂડલ્સ ખરીદે છે અને તેનાથી સાબુ બનાવી રહી છે.
  • મૈસૂર સૅન્ડલ સાબુનું નામ સાંભળતાની સાથે જ તેને લૉગો યાદ આવી જાય છે.
  • સિંહનું શરીર અને હાથીના માથાવાળા એ પ્રાણીને ‘શરભ’ કહેવામાં આવે છે. તેને હિન્દુ પૌરાણિક કથાઓમાં જ્ઞાન, સાહસ અને શક્તિના પ્રતીક રૂપે વર્ણવવામાં આવ્યું છે. તેથી કંપનીનું કહેવું છે કે તેને લૉગો તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
  • શરભ કર્ણાટક સરકારનું પ્રતીક પણ છે.
  • મૈસૂરનું સૅન્ડલ શોપ બૉક્સ પણ સુંદર છે. તેને જ્વેલરી બૉક્સની જેમ ડિઝાઈન કરવામાં આવ્યું છે. આયાતકાર બૉક્સમાં એક પુષ્પની ડિઝાઈન છે.
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી