બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

ઇમેજ સ્રોત, Getty Images
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
કૅનેડામાં લોકોની અછત છે અને કામ કરનારાની પણ અછત છે. આ સમસ્યાના નિરાકરણ માટે કૅનેડાએ 2025 સુધી કુશળ રોજગાર કરનારા અપ્રવાસીઓની સંખ્યા પ્રતિવર્ષ પાંચ લાખ કરતાં વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.
કુશળ શ્રમિકોની અછતની સમસ્યા સામે કૅનેડા જ નહીં પરંતુ ઘણા દેશો ઝઝૂમી રહ્યા છે.
તો શું અન્ય દેશોએ પણ કૅનેડાનું ઇમિગ્રેશન મૉડલ કે ઇમિગ્રેશન પૉલિસી અપનાવવાં જોઈએ?
ટોરન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં અપ્રવાસ અને એકીકરણ શોધ કેન્દ્રનાં અધ્યક્ષ એના ટ્રિએનડીફિલાડૂ કહે છે કે, “એવું મનાય છે કે અપ્રવાસી દેશોમાં નવું કૌશલ્ય, નવી પ્રતિભા અને નવી પરંપરાઓ અને વિવિધતા લાવે છે. તો જેટલા વધુ લોકો અને જેટલી વધુ વિવિધતા એટલું સારું હોય છે.”
ભૂભાગના હિસાબે કૅનેડા, રશિયા બાદ વિશ્વનો સૌથી મોટો દેશ છે પરંતુ કૅનેડાની વસતિ માત્ર ત્રણ કરોડ આઠ લાખ છે.
ભૌગોલિક દૃષ્ટિએ કૅનેડા અલગ પડેલું છે અને એ ક્ષેત્રોથી દૂર છે જ્યાં અસ્થિરતા અને આર્થિક સમસ્યાઓ વધુ છે. આના કારણે કૅનેડા અપ્રવાસને નિયંત્રિત કરી શકે છે અને નક્કી કરી શકે છે કે દેશમાં કોને વસાવવા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંપૂર્ણ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, BHAVIN MEHTA
2001ના કચ્છના ભૂકંપમાં ભચાઉ અને ભૂજ-ગાંધીધામની આસપાસના સ્થળોએ તો લગભગ દરેક ઘરમાં કાંઇકને કાંઇક વિનાશની કહાણી સાંભળવા મળતી હતી. અહીં વાત કરવી છે કુદરતી પ્રકોપના એ કપરા કાળમાંથી બહાર આવીને ગુજરાતના એક ક્રિકેટરની સફળતાની કહાણીની.
ફિનિક્સ પક્ષીની માફક બેઠા થઈને સફળ થયેલી એ વ્યક્તિ એટલે ભાવિન મહેતા. ધરતીકંપનો આંચકો ભાવિનને પણ લાગ્યો હતો. 26મી જાન્યુઆરી 2001નો એ દિવસ. બૅંકમાં રજા હોવાથી ભાવિન ઘરે જ હતા અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શિખર ટાવરના બી બ્લોકમાંથી તેઓ વાળને કલર કરાવવા બહાર નીકળ્યા. નજીકની દુકાને ગયા.
તેમનાં પત્ની અને સાત વર્ષની પુત્રી હજું ઊંઘી રહ્યા હતા.
ભાવિન દુકાનેથી પરત ફર્યા ત્યારે તેણે શું જોયું.....નર્યો વિનાશ. તેમના બી બ્લોકનો ત્રીજો માળ નહીં, આખો ટાવર જમીનદોસ્ત થઈ ગયો હતો.
ભાવિનના સંઘર્ષની વાત આગળ વધારીએ તો ભાવિન આ કડવી યાદોને ભૂલી જવા માગે છે.
ભાવિન મહેતાન સંપૂર્ણ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
છેતરપિંડીના આરોપો પછી અબજો રૂપિયાનું નુકસાન સહન કર્યા પછી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીએ સંશોધન કંપનીના દાવા પર પ્રતિક્રિયા આપી છે. તેજ સમયે હિંડનબર્ગે પણ જવાબમાં કહ્યું છે કે તેઓ તેમના અહેવાલ પર એકદમ મક્કમ છે.
એશિયાના સૌથી ધનિક ગૌતમ અદાણીએ કહ્યું કે તેમના ગ્રૂપ પર ખુલ્લેઆમ ગોટાળા અને ઍકાઉન્ટિંગ ફ્રૉડનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે યોગ્ય નથી.
ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના રિપોર્ટ પર 'બદઈરાદાપૂર્વક' અને 'પસંદગીપૂર્વકની ખોટી માહિતી' રજૂ કરવાનો આરોપ મૂક્યો છે.
બુધવારે સંશોધન સાર્વજનિક થયા પછી અદાણી ગ્રૂપને તેમનાં શેરના મૂલ્યમાં લગભગ 11 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
હવે અદાણી ગ્રૂપ ન્યૂયૉર્કના હિંડનબર્ગ રિસર્ચ સામે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે. બીજી તરફ હિંડનબર્ગે કહ્યું છે કે તેઓ તેમના અહેવાલ પર અડગ છે અને કાનૂની કાર્યવાહીનું સ્વાગત કરશે.
સંપૂર્ણ વિવાદ વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, VSF
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'આઉટ-ઑફ-બૉક્સ થિકિંગ' એટલે કે રૂઢિગત ચોકઠાંની બહાર વિચારવું. બાલકૃષ્ણ દોશી માટે એવું કહેવું પડે કે 'આઉટ-ઑફ-બૉક્સ લિવિંગ'. રૂઢિગત ચોકઠાંની બહાર વિચારવું જ નહિ પણ ચોકઠાની બહાર જ રહેવું, તે પ્રકારની ડિઝાઇન બનાવવી, બીજા લોકોને તેવું કરવાની પ્રેરણા આપવી અને સતત તાલીમ આપવી.
દોશી સાહેબને મળો એટલે તેમની આ પ્રકારની પ્રવાહિતા તમને ચોક્કસ ભીંજવે. દોશી સાહેબને મળો એટલે તેમનાં મિત્ર રાજેન્દ્ર શુક્લની પંક્તિ યાદ આવે - 'સાવ અમારી જાત અલગ છે, કહેવી છે તે વાત અલગ છે'.
24મી જાન્યુઆરીએ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું અવસાન થયું. 95 વર્ષની વયે બધી રીતે એક પૂર્ણ જીવન જીવીને તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમને ભારત સરકાર દ્વારા વર્ષ 2023ના પદ્મ સમ્માનોમાંથી સર્વોચ્ચ એવા પદ્મવિભૂષણથી સન્માનિત કરવાની ઘોષણા 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી.
પ્રો. દોશીને સ્થાપત્યના ક્ષેત્રના બે મોટા ઍવૉર્ડ આગાખાન આર્કિટેક્ચર ઍવૉર્ડ અને પ્રાઇતઝર એવોર્ડ અને પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યા હતા. આ સમય તેમના જીવન, તેમના સ્થાપત્ય અને શિક્ષણજગતમાં કરેલા પ્રદાનનો ઉત્સવ કરવાનો છે.
બી. વી. દોશીના પ્રદાન વિશે વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
શું તમે અવારનવાર થાક, શ્વાસ લેવામાં તકલીફ અને ધબકારાની તીવ્રતામાં વધારો અનુભવો છો? કે તમારા મિત્રો એવી ટિપ્પણી કરે છે કે તમે ‘ફીકા’ પડી ગયા હો એવું લાગે છે.
જો આવું હોય તો તમે કદાચ આયર્નની ઊણપ કે એનીમિયાથી પીડાઈ રહ્યા હો તેવું બની શકે, આ કમી એ આપણા ગ્રહ પરની સૌથી સામાન્ય પોષણ સાથે સંકળાયેલ ડિસૉર્ડર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર વિશ્વની 30 ટકા વસતિ એનિમિક છે.
આ પરિસ્થિતિમાં રક્તકણોમાં આ તત્ત્વ ઓછા પ્રમાણમાં હોય છે, જેના કારણે શરીરના કોષો સુધી ઑક્સિજન ઓછો પહોંચે છે.
તેમ છતાં આયર્ન ડિફિસિયન્સી એનીમિયા છે કે નહીં એ નિદાન કે તેની સારવાર જાતે ન કરવી જોઈએ. ઘણી વાર એક જેવાં લક્ષણો બીજી માંદગી તરફ ઇશારો કરતાં હોય તેવું બની શકે, તેમજ પોતાના શરીરને વધુ પડતી માત્રામાં આયર્ન આપવાથી કે તેની વધુ માત્રા શરીરમાં જમા થવાથી લીવર અને અન્ય મુશ્કેલીઓ પેદા થઈ શકે છે.
જોકે તમે નીચે પૈકી કોઈ પણ લક્ષણ અનુભવો તો તમારે ડૉક્ટરને મળવું...
- જોરદાર થાક અને અશક્તિ
- શ્વાસ લેવામાં તકલીફ
- હૃદયના ધબકારામાં તકલીફ મહેસૂસ થવી
- ફીકી ત્વચા
સંપૂર્ણ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
























