બીબીસી ગુજરાતીના આ લેખો તમે વાંચવાનું ચૂકી તો નથી ગયા ને?

વર્લ્ડ કપ
પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

20 નવેમ્બરથી કતારમાં ફૂટબૉલનો વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડકપ કુલ 28 દિવસ સુધી રમાશે. આ દરમિયાન કુલ 64 મૅચ રમાશે અને 18 ડિસેમ્બરે તેની ફાઇનલ મૅચ રમાશે. તમને અહીં દરેક મૅચનું અપડેટ મળશે.

અહીં ક્યાં કોની સાથે થશે મૅચ, પૂરું શેડ્યૂલ અને લાઇવ સ્કોર પણ જાણવા મળશે.

ગ્રૂપ-એ સ્ટેજમાં કતાર, ઇક્વાડોર, સેનેગલ અને નેધરલૅન્ડ્સ છે.

ગ્રૂપ-બી સ્ટેજમાં ઇંગ્લૅન્ડ, ઈરાન, યુવાઇટેડ સ્ટેટ્સ અને વેલ્સ છે.

ગ્રૂપ-સી સ્ટેજમાં આર્જેન્ટિના,, સાઉદી અરેબિયા, મૅક્સિકો અને પોલૅન્ડ છે.

ગ્રૂપ-ડી સ્ટેજમાં ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને ટ્યુનિશિયા છે.

ગ્રૂપ-ઈ સ્ટેજમાં સ્પેન, કોસ્ટા રિકા, જર્મની અને જાપાન છે.

ગ્રૂપ-જી સ્ટેજમાં બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને કૅમરુન છે.

ગ્રૂપ-એચ સ્ટેજમાં ઉરુગ્વે, દક્ષિણ કોરિયા, પોર્ટુગલ અને ઘાના છે.

ગ્રુપ સ્ટેજની છેલ્લી મૅચ 3 ડિસેમ્બરે રમાશે.

અહીં જાણો ક્યાં કોની સાથે થશે મૅચ, પૂરું શેડ્યૂલ અને લાઇવ સ્કોર.

આ વર્ષે વિશ્વની વસતિ એક નવી ટોચે પહોંચી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, આ વર્ષે વિશ્વની વસતિ એક નવી ટોચે પહોંચી

સંયુક્ત રાષ્ટ્ર સંઘે જણાવ્યું છે કે પૃથ્વી પરના મનુષ્યોની કુલ સંખ્યા 15 નવેમ્બરે આઠ અબજ થઈ ચૂકી છે અને સાત અબજથી આ સ્તરે પહોંચવામાં માત્ર 11 વર્ષ લાગ્યાં છે.

વસતિમાં આટલો જંગી વધારો મોટા વિભાજન સ્વરૂપે આવ્યો છે ત્યારે કેટલાક લોકો આ બાબતને સફળતાની અભૂતપૂર્વ કથા માની રહ્યા છે.

તેની સાથે એવો વિચાર પ્રબળ બની રહ્યો છે કે વાસ્તવમાં આપણને વધારે લોકોની જરૂર છે કે નહીં.

બ્રિટિશ બ્રોડકાસ્ટર અને નેચરલ હિસ્ટોરિયન ડેવિડ એટનબરોએ આ જંગી વસતિવધારાને ‘પૃથ્વીના પ્લેગ’ તરીકે ઓળખાવ્યો છે.

આ દૃષ્ટિથી જોઈએ તો હવામાનમાં પરિવર્તનથી માંડીને જૈવવૈવિધ્યના ઝડપી વિનાશ અને પાણીની તંગીથી માંડીને જમીન માટેના સંઘર્ષ સુધીની આજની આપણી તમામ સમસ્યાનું મૂળ છેલ્લી કેટલીક સદીમાં થયેલો બેફામ વસતિવધારો છે.

1994માં પૃથ્વીની કુલ વસતિ 5.5 અબજ લોકોની હતી ત્યારે કૅલિફોર્નિયાની સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એવી ગણતરી માંડી હતી કે આપણી પ્રજાતિનું આદર્શ કદ દોઢથી બે અબજ લોકો વચ્ચેનું હોવું જોઈએ.

માનવજાતના વૈશ્વિક વર્ચસ્વનું ભવિષ્ય શું હશે? અહીં જાણો.

ઈશ્વરસિંહ પટેલ અને વિજયસિંહ પટેલ

ઇમેજ સ્રોત, @PATELISHAWARSINH/VIJAYSINH PATEL FB

ઇમેજ કૅપ્શન, ઈશ્વરસિંહ પટેલ અને વિજયસિંહ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે, તો સાથે ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રકો પણ ભરી દીધા છે.

તાજેતરમાં જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી દર્શાવે છે કે, આ વખતે ચૂંટણી ઘણી બેઠકો પર ખૂબ જ રસપ્રદ બનવાની છે. કેટલીક બેઠકો પર ભાઈ-બહેનો સામસામે છે, તો કેટલીક જગ્યાએ ભાઈ સામે ભાઈ છે.

તો કેટલીક જગ્યાએ એક જ પરિવારનાં નણંદ અને ભાભી મેદાનમાં છે. ચૂંટણીને લીધે ક્યાંક પિતા અને પુત્ર વચ્ચે ડખો પણ થયો છે.

અંકલેશ્વરની વાત કરીએ તો અહીં બે ભાઈ એકબીજા સામે લડી રહ્યા છે. કેટલાકને ભાજપે અને બીજાને કૉંગ્રેસે ટિકિટ આપી છે.

પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની રંગેશ્વરી દેવી ભાજપમાં છે, જ્યારે તેમના પતિ પ્રભાતસિંહ ચૌહાણ ભાજપ છોડીને હવે કૉંગ્રેસમાં જોડાયા છે. તેમણે કાલોલ બેઠક પરથી કૉંગ્રેસે તેમને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને તેમણે ઉમેદવાર ફોર્મ પણ ભર્યું છે.

પરિવારવાદનો ડખો અહીં વાચો.

રીવાબા જાડેજા

ઇમેજ સ્રોત, RIVABAJADEJA_OFFICIAL

ઇમેજ કૅપ્શન, રીવાબા જાડેજા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય ક્રિકેટ રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરથી ભાજપે ટિકિટ આપી છે, ત્યારથી આ બેઠકનો ચૂંટણીજંગ વધારે રસપ્રદ થઈ ગયો છે. આ બાબત મહત્ત્વની એટલે પણ છે કે ભાજપે હકુભાના નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કાપીને રીવાબાને ઉમેદવાર બનાવ્યાં છે.

રીવાબા જાડેજાને ઉમેદવાર બનાવાયાં એ પછી તેમના પતિ અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આ તેમની પહેલી એટલે કે ડેબ્યૂ મૅચ છે.” રવીન્દ્ર જાડેજાના કારણે પણ આ બેઠક પરનો ચૂંટણીપ્રચાર રસપ્રદ બનવાની શક્યતા છે.

રીવાબાને ટિકિટ મળતાં રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમણે રીવાબાને અભિનંદન આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.

રવીન્દ્ર જાડેજાએ લખ્યું, "વિધાનસભામાં ચૂંટણીમાં ટિકિટ મેળવવા બદલ મારાં પત્નીને અભિનંદન. તમે જે મહેનત અને પ્રયત્નો કર્યા તેના પર ગર્વ છે. મારી તમને શુભેચ્છાઓ. મને આશા છે કે તમે સમાજના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશો."

રીવાબાએ શું કહ્યું અને કોણ છે રીવાબા તે અહીં જાણો.

જૅકલીન

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બોલીવૂડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીસને જામીન આપી દીધા છે. 37 વર્ષીય અભિનેત્રી વિરુદ્ધ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ ચાલી રહી છે. આ એજન્સી નાણાકીય ગુનાઓની તપાસ કરે છે. જૅકલીન પર નાણાકીય અનિયમિતતાનો આરોપ છે અને એજન્સીએ કોર્ટ પાસે તેમની કસ્ટડી માગી હતી. ફર્નાન્ડીસના વકીલ પ્રશાંત પાટીલે તેમના અસીલ સામેના આરોપોને નકારી કાઢતા કહ્યું કે તેમની સામેના કેસનો કોઈ કાનૂની આધાર નથી.

સિનેમાના જાણકારો ઘણી વખત તેમની અભિનયક્ષમતાને નકારતા રહ્યા છતાં, જૅકલીને સૈફ અલી ખાન, અક્ષયકુમાર, સલમાન ખાન જેવા મોટા બોલીવૂડ સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.

જૅકલિન અનેક મોટી બ્રાન્ડ્સ માટે જાહેરાત પણ કરે છે.પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ દિલ્હીના ચક્કર લગાવી રહ્યાં છે.

તેમના પર કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટો લેવાનો અને મની લૉન્ડરિંગનો આરોપ છે.

અહીં જાણો કે ગિફ્ટ સ્કૅન્ડલમાં ફસાયેલ બોલીવૂડ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીસનો આખો મામલો શું છે?

bbc gujarati line
bbc gujarati line