ચોમાસું મજબૂત થવાની શરૂઆત, ગુજરાતમાં વરસાદને લઈને શું છે આગાહી?

ચોમાસું મજબૂત થવાની શરૂઆત, ગુજરાતમાં વરસાદને લઈને શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું મજબૂત બનવાની શરૂઆત થઈ ગઈ છે.

ભારતના કર્ણાટક, કોંકણ અને મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને આજે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

તેની અસરથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સતત છૂટોછવાયો વરસાદ ચાલી રહ્યો છે અને આજથી દક્ષિણ ગુજરાતને આવરી લેતા વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થશે.

આ સિવાય ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે.

પૂર્વનાં રાજ્યોમાં જેવા ઓડિશા, છત્તીસગઢ, બંગાળ અને બિહારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હવે ભારત પર ગરમ હવાઓનું પ્રમાણ ઘટશે અને અરબી અને બંગાળની ખાડી પરથી આવતી વરસાદી હવાઓ ગરમ હવાના પ્રમાણને ઘટાડશે.

હવે બંગાળની ખાડીની પશ્ચિમ શાખા મધ્યપ્રદેશ સુધી પહોંચશે. પછી તે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે અને બીજી બાજુ અરબી સમુદ્રની શાખા પણ આગળ વધી રહી છે.

તો જાણો ગુજરાતમાં ચોમાસું કેમ અટકી ગયું છે અને તે હવે આગળ ક્યારે વધશે?