ગુજરાત: ક્રિસમસ સમયે વાતાવરણમાં આવશે કેવો પલટો

ગુજરાત: ક્રિસમસ સમયે વાતાવરણમાં આવશે કેવો પલટો
પ્રકાશિત

ઉત્તર ભારતમાં હળવું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે, જે આગળ વધી જશે. જેની અસર ઉત્તર ભારતના વાતાવરણના પારા ઉપર જોવા મળશે.

આ સિવાય ગુજરાતમાં પણ આગામી દિવસો દરમિયાન તેની અસર જોવા મળશે.

આ ગાળામાં રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેના તફાવતમાં ઘટાડો થશે એવું અનુમાન છે.

ભારતના અંદમાન નિકોબાર પાસે લૉ-પ્રેશર ઊભું થયું છે, જે તામિલનાડુથી અરબ સાગર તરફ આગળ વધવાને બદલે પૂર્વ તરફ જમીનીવિસ્તારમાં આગળ વધશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.