એકતા કપૂર સામે સગીર યુવતીઓના 'બોલ્ડ સીન' દેખાડવા મામલે ફરિયાદ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
પ્રોડ્યૂસર એકતા કપૂર અને તેમનાં માતા શોભા કપૂર વિરુદ્ધ પૉક્સો ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઑલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'ગંદી બાત'માં સગીર છોકરીઓનાં બોલ્ડ સીનના કારણે આ કેસ નોંધવામાં આવ્યો છે.
જે ઍપિસોડના મામલે પોલીસ ફરિયાદ થઈ છે તે હવે પ્રસારિત કરવામાં આવશે નહીં.
'ઑલ્ટ બાલાજી'ની વેબ સિરીઝ 'ગંદી બાત' બોલ્ડ કન્ટેન્ટ ધરાવે છે. પોલીસ ફરીયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ આક્ષેપો પર એકતા કપૂર અને તેમનાં માતાએ હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી પણ તેમની કંપની તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે "તેમના પર જે આરોપો લાગ્યા છે તે અયોગ્ય છે."
'ગંદી બાત'ના સીનના કારણે થયો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈની બોરીવલીસ્થિત એમએચબી પોલીસ સ્ટેશનમાં ઑલ્ટ બાલાજીનાં સ્થાપક એકતા કપૂર અને તેમનાં માતા શોભા કપૂર સામે પૉક્સો (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સુઅલ ઑફેન્સિસ ઍક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરીયાદ અનુસાર ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2021 વચ્ચે 'ઑલ્ટ બાલાજી' પર દેખાડવામાં આવેલી વેબ સિરીઝ 'ગંદી બાત'માં સગીર છોકરીઓનાં બોલ્ડ સીન બતાવવામાં આવ્યા હતા.
બોરીવલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કિરણ સોર્સે જણાવ્યું કે, બોરીવલીના સ્વપ્નિલ રિવાજીની ફરીયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિવાજીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઍપિસોડમાં શાળાના વિદ્યાર્થીઓને કિસ કરતા દેખાડાયા છે. સાથેસાથે સિગારેટની જાહેરાતનો ઉપયોગ કરીને મહાપુરુષો અને સંતોનું અપમાન કરવામાં આવ્યું છે.
કિરણ સોર્સ કહે છે, મુંબઈની સેશન્સ કોર્ટના આદેશ બાદ એકતા કપૂર અને તેમનાં માતા શોભા કપૂર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ફરીયાદમાં એ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વેબ સિરીઝમાં વાંધાજનક અને લાગણી દુભાય એવી વાતો કહેવામાં આવી છે.
પૉક્સો ઍક્ટ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર દુબે મુંબઈ હાઇકોર્ટના સિનિયર વકીલ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ આપવા માટે પૉક્સો કાયદો બનાવવામાં આવ્યો છે."
આ અંતર્ગત વિવિધ પ્રકારના ગુનાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે.
તેઓ કહે છે, "પૉક્સો ઍક્ટની કલમ 13 અને 15 હેઠળ બાળકો સાથે સંબંધિત અશ્લીલ સામગ્રી સંબંધિત ગુનાઓ માટે સજાની જોગવાઈ છે."
આ કાયદા હેઠળ 'અશ્લીલ હેતુઓ' માટે બાળકોનો ઉપયોગ કરવા પર ઓછામાં ઓછાં પાંચ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ પાસે બાળકો સાથે સંકળાયેલી અશ્લીલ સામગ્રી રાખે છે અથવા એકત્રિત કરે છે પરંતુ તેનો નાશ નહીં કરે અથવા કોઈ સત્તાધિકારીને તેની જાણ ન કરે, તો પાંચ હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે.
કલમ 13 અને 15માં શું છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કલમ 13 – બાળકોની અશ્લીલ તસવીરો અથવા વીડિયો બનાવવા, વિતરણ અથવા પ્રસાર કરવાને ગુનો માનવામાં આવે છે.
આમાં કોઈ બાળકની નગ્ન અથવા યૌન સંબંધિત તસવીરો, વીડિયો અથવા કોઈ પણ પ્રકારની સામગ્રી સામેલ હોય છે.
જો કોઈ વ્યક્તિ કોઈ પણ માધ્યમથી, ભલે તે ઇન્ટરનેટ હોય અથવા કોઈ અન્ય માધ્યમ, એવી સામગ્રીનું નિર્માણ અથવા વિતરણ કરે છે તો તેના માટે સજાની જાગવાઈ છે.
કલમ 15 – આ કલમ હેઠળ, જો કોઈ વ્યક્તિ કલમ 13માં જણાવવામાં આવેલા ગુના આચરે છે તો તેને સજા થાય છે પ્રથમ વખત અપરાધ કરવા પર દોષિતને ઓછામાં ઓછાં પાંચ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને દંડ પણ ફટકારી શકાય છે.
જો ફરીથી ગુનો આચરવામાં આવે તો તેને ઓછામાં ઓછાં સાત વર્ષની સજા થશે તથા આ સજા આજીવન જેલમાં પણ બદલી શકે છે, સાથે દંડ પણ ફટકારવાની જોગવાઈ છે.
આ કલમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને અશ્લીલ સામગ્રીથી બાચાવવા અને આ પ્રકારની ગતિવિધિમાં સામેલ વ્યક્તિને કડક સજા કરવાનો છે.
પૉક્સો અધિનિયમમાં 2019માં ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમાં સજા ખાસ કરીને બાળકો વિરુદ્ધ યૌન અપરાધોને લઈને સજા વધુ કડક કરવામાં આવી છે.
હાઇકોર્ટના વકીન નરેન્દ્ર દુબે આગળ કહે છે કે એકતા કપૂર અને તેમનાં માતા સામે ત્રીજી કલમ 285 એ લગાવવામાં આવી છે, જે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સંબંધિત છે.
આ કલમ કોઈ વ્યક્તિ દ્વારા જાણીજોઈને અને દુર્ભાવનાપૂર્ણ રીતે કોઈ પણ વર્ગના ધર્મ કે ધાર્મિક વિશ્વાસનું અપમાન કરવા અથવા તેની ધાર્મિક ભાવનાઓને દુભાવવાના પ્રયાસ સંબંધિત છે.
અત્યાર સુધી આ સિરીઝની સાત સિઝન રિલીઝ થઈ છે.
આઈએમડીબીએ આ સિરીઝને ઇરોટિક થ્રિલરની મર્ડર મિસ્ટ્રી ગણાવી છે. આના નિર્દેશક સચીન મોહિત છે.
કંપનીએ આપ્યું નિવેદન
કંપની એએલટી ડિજિટલ મીડિયા ઍન્ટરટેઇનમેન્ટે આ અંગે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટીકરણ પણ આપ્યું છે.
તેમાં લખવામાં આવ્યું છે કે, "વેબ સીરિઝ 'ગંદી બાત'ના સંદર્ભમાં મીડિયા અહેવાલો અંગે અમે કહેવા માંગીએ છીએ કે અમે પૉક્સો ઍક્ટ અને અન્ય તમામ કાયદાઓની સીમામાં રહીને કામ કરીએ છીએ. સગીર લોકોને અમારી કંપનીમાં કામ કરાવાતું હોવાના આરોપો સંપૂર્ણપણે ખોટા છે. "
"અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે શોભા કપૂર અને એકતા કપૂર કંપનીના દરરોજના ઑપરેશન સાથે સંકળાયેલા નથી. તેના માટે કન્ટેન્ટ સ્ટ્રેટેજી સહિતની અલગ ટીમ છે."
તેમણે લખ્યું હતું કે, "કંપનીને ન્યાયતંત્રમાં પૂર્ણ ભરોસો છે અને અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશું. આ મામલો હવે તપાસ હેઠળ હોવાથી અમે વિગતે નિવેદન નહીં આપી શકીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















