You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં સર્જાયું લૉ-પ્રેશર, ગુજરાતમાં ફરી કઈ તારીખથી શરૂ થશે ભારે વરસાદ?
ગુજરાતમાં તાજેતરમાં જ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યમાં હાલ ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે અને લગભગ તમામ જિલ્લાઓમાં અત્યાર સુધી વરસાદ થઈ ચૂક્યો છે.
30 જૂનથી ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટશે અને આવનારા બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટેલું રહેશે. જોકે, વરસાદ સંપૂર્ણપણે બંધ થશે નહીં.
હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘણું ઘટી જશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદ સતત ચાલુ રહેશે. અહીં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જ વરસાદનું જોર ઘટશે. મધ્ય ગુજરાતમાં પણ આગામી ત્રણેક દિવસ વધારે વરસાદની શક્યતા ઓછી છે.
જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે અને તેના કારણે રાજ્યમાં 4 જુલાઈથી ફરી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
4થી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. આ નવા રાઉન્ડમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.
4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતથી વરસાદનું જોર વધવાનું શરૂ થશે અને 7 જુલાઈ આવતા સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી સારો વરસાદ થવાની સંભાવના છે.
કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ચોમાસું રાજ્યમાં ક્યાં સુધી સક્રિય રહેશે?
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન