બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

વાઇરલ તાવ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં એક તરફ H3N2 વાયરસના કેસો વધવાની સાથે સાથે તેને કારણે દર્દીનું મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે, તો બીજી તરફ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધવા લાગી છે. લગભગ બે વર્ષ સુધી વૈશ્વિક મહામારી સામે ઝઝૂમ્યા બાદ હાશકારો અનુભવી રહેલા લોકોના મનમાં ફરી એકવાર ચિંતા પેઠી છે.

14 માર્ચે રાજ્યમાં 58 નવા કોવિડ-19ના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં 30 કેસ નોંધાયા હતા. જ્યારે ભાવનગર, રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકમાં પ્રત્યેકમાં 4-4 નવા કેસ નોંધાયા હતા. મહેસાણામાં 2 કેસ નોંધાયા હતા. એક દિવસમાં 1,049 નવા લોકોએ રસીકરણ કર્યું હોવાનું નોંધાયું હતું.

જોકે 15 માર્ચે રાજ્યમાં એક દિવસમાં કોવિડના કેસમાં 50 ટકા ઉપરાંતનો વધારો થયો હતો અને કોવિડના નવા કેસની સંખ્યા વધીને 90 થઈ હતી. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકામાં 49 કેસ નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે મહેસાણામાં 10 નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં 8 અને સુરતમાં 6 કેસ નોંધાયા હતા.

કોવિડ-19ની જેમ જ H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ સમગ્ર દેશમાં વધી રહ્યા છે અને આ વાયરસ પણ પ્રાણઘાતક નીવડી રહ્યો છે. આમ તો આ વાયરસ હળવો મનાઈ રહ્યો છે પરંતુ અસાધ્ય બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે H3N2 ઈન્ફલ્યુએન્ઝા ગંભીર બીમારીનું જોખમ ઊભું કરે છે.

ગ્રે લાઇન
આ ડૉક્યુમેન્ટરી કટ્ટુ નયક્કર સમુદાયના બોમ્મન અને બેલ્લી પર આધારિત છે

ઇમેજ સ્રોત, KARTIKIGONSALVES/INSTAGRAM

તામિલનાડુના નીલગીરી જિલ્લાના મુદુમલાઈમાં હાથીઓની સંભાળ રાખતા દંપતી પર બનેલી ડૉક્યુમેન્ટરી "ધ ઍલિફન્ટ વ્હિસ્પરર્સ" ઑસ્કર જીતી ચૂકી છે.

આ ડૉક્યુમેન્ટરી કટ્ટુ નયક્કર સમુદાયના બોમ્મન અને બેલ્લી પર આધારિત છે. તેઓ મુદુમલાઈ અભ્યારણ્યમાં હાથીઓની સારસંભાળ રાખવાનું કામ કરે છે.

બોમ્મન કહે છે, "મારી પાસે શબ્દો નથી, જેનાથી હું મારી લાગણી વ્યક્ત કરી શકું. હું ખુબ ખુશ છું કે ઑસ્કર મળ્યો અને સાથે એ વાતનું દુખ પણ છે કે રઘુ અમારી સાથે નથી."

બોમ્મન અને બેલ્લી અનાથ હાથીઓની સંભાળ રાખે છે. આ ડૉક્યુમેન્ટરીમાં તેમની અને હાથીઓ વચ્ચેની લાગણી અને પ્રેમને દર્શાવવામાં આવ્યો છે.

બ્રુનેઈ

બ્રુનેઈ એ વિશ્વનો એક એવો દેશ છે જ્યાં વિશ્વમાં ફાટી નીકળેલ મહામારી કે યુક્રેનયુદ્ધ પણ એના દેવામાં વધારો નથી કરી શક્યાં.

આ બધું એવા સમયે જોવા મળ્યું જ્યારે વિશ્વના મોટા ભાગના દેશો કોવિડ-19ની નકારાત્મક અસરો તેમજ ફુગાવાને લીધે પોતાનો જાહેર ખર્ચો ઘટાડવા માટે મજબૂર બન્યા હતા. આવા કપરા સમયે પણ બ્રુનેઈ વિશ્વમાં જીડીપીની સરખામણીએ સૌથી ઓછું દેવું ધરાવનાર દેશ તરીકે જળવાઈ રહ્યું હતું.

જીડીપીની સરખામણીએ બ્રુનેઈનું જાહેર દેવું 1.6 ટકા છે. પરંતુ અહીં વાત નોંધનીય છે કે જીડીપીની સરખામણીએ ઓછું દેવું એ સામાન્યપણે ઇચ્છનીય હોવા છતાં હંમેશાં આ વાત સારી અર્થવ્યવસ્થાનું લક્ષણ ન માની શકાય.

ઘણા ધનિક દેશોમાં જીડીપીની સરખામણીએ દેવું ઘણું ઓછું છે કારણ કે તેમનું દેવું અને સંપત્તિસર્જન બંને ઓછું હોય છે.જોકે, બ્રુનેઈ માટે આ વાત લાગુ પડતી નથી.

આ દેશ પાસે ઑઇલ અને કુદરતી ગૅસનો ભંડાર છે, તેથી સમગ્ર વિશ્વમાં તેના જીવનધોરણનું સ્તર ખૂબ ઊંચું છે.

બ્રુનેઈ વિશ્વનો ચોથો સૌથી ધનિક દેશ છે.

હિરણ નદી

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ગીરના જંગલમાંથી નીકળીને જૂનાગઢ જિલ્લામાંથી પસાર થઈને સોમનાથ પાસે અરબી સમુદ્રને મળતી હિરણ નદી સાસણ ગીરના જંગલમાંથી ચોખ્ખુંચણાક નીર લઈને આગળ વધે છે પરંતુ જ્યારે નદી તાલાળા પહોંચે છે ત્યારે નગરપાલિકા શહેરની ગટરોનું તમામ ગંદું અને કૅમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવી રહી છે.

ગત અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટે હિરણ નદીના પ્રદૂષણને લઈને કરવામાં આવેલી જાહેરહિતની અરજીનો જવાબ દાખલ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તાલાળા નગરપાલિકાને નોટિસ આપી છે.

ઉલ્લેખનીય છે કે હિરણ નદી ગીર અભ્યારણ્યમાંથી પસાર થાય છે.

પર્યાવરણ બચાવો સુરક્ષા સમિતિના તાલુકા પ્રમુખ અને આરટીઆઈ ઍક્ટિવિસ્ટ ઈરફાન ભાંગાણીએ હિરણ નદીને લઈને કરેલી જાહેરહિતની અરજીમાં ફરિયાદ કરી છે કે તાલાળા નગરપાલિકા ટ્રીટમૅન્ટ કર્યા વગરનું પાણી નદીમાં છોડતા હિરણ નદી અને હિરણ ડૅમ પ્રદૂષિત બન્યાં છે.

હિરણ નદી પ્રદૂષિત બનતા ગીર સોમનાથ જિલ્લાની માનવવસ્તી જ નહીં પરંતુ આ નદી પર આધારિત એશિયાટિક સિંહ સહિતની વન્ય જીવસૃષ્ટિને પણ અસર કરે છે.

વિનેગર

ઇમેજ સ્રોત, Getty Images

બાથરૂમના નળ પર જામી ગયેલો ક્ષાર દૂર કરવા નળ પર વિનેગર એટલે કે સરકો લગાવ્યો એની 25 મિનિટમાં જ એટલો નરમ બની ગયો કે તેને ટૂથબ્રશથી જ સાફ કરી શકાય.

#CleanTok હૅશટૅગ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ટ્રૅન્ડમાં આવો એક વીડિયો છે. આ ટ્રૅન્ડમાં ઑનલાઇન ગુરુઓ કાટ અને ડાઘ દૂર કરવાની સસ્તી અને સરળ યુક્તિઓ શેર કરે છે.

સવાલ એ થાય છે કે સાફ સફાઈનાં હજારો ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ હોવા છતાં વિનેગરના ઉપયોગની કેમ ભલામણ કરવામાં આવે છે.

બારીઓને ચોંટેલી ચિકાશ દૂર કરવાથી માંડીને સ્ટ્રૉબેરીને ધોવા અથવા ટૉઇલેટને ચકચકીત કરવા માટે વિનેગરનો ઉપયોગ કરવાનું શું ઓછું પડતું હતું કે તેને ડીશવૉશર, વૉશિંગ મશીનમાં ભેળવવામાં આવી રહ્યું છે. પ્રયોગશાળાઓમાં તેને જંતુમુક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો એવું શું છે વિનેગરમાં કે તે સફાઈમાં સૌની પહેલી પસંદ બન્યો છે?

રેડ લાઇન
રેડ લાઇન